ગુજરાતમાં મેઘરાજાની 'તોફાની બેટિંગ' માટે તૈયાર રહો: આ અઠવાડિયે આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગુજરાતમાં મેઘરાજાની ‘તોફાની બેટિંગ’ માટે તૈયાર રહો: આ અઠવાડિયે આટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાત રાજ્ય અને દમણ, દાદરા-નગર હવેલી માટે આગામી 07 દિવસ માટે હવામાન હવામૈાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગના જિલ્લાઓમાં ચોમાસુ સક્રિય રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે. છેલ્લા 34 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. મહીસાગર અને આણંદ, પંચમહાલ, દાહોદ અને સાબરકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. જોકે, સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડ્યો હતો. અત્યારે આગામી સાત દિવસ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આગામી અઠવાડિયે આ જિલ્લામાં મધ્યમ વરસાદ પડશે

આજથી લઈને તારીખ 07મી સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવનાં મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ઘેડમાં મેઘરાજાએ મચાવેલી તારાજી બાદ તંત્રએ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધર્યો…

સાત દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં આગાહીમી સાત દિવસ સુધી હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આગાહી પ્રમાણે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વધારે છે. જ્યારે આગામી સાત દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોને સાવધાન રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ વર્ષે ચોમાસું સારૂ એવું નિવડ્યું છે. આગામી અઠવાડિયામાં ખાસ કરીને આઠમી અને નવમી સપ્ટેમ્બરના હવામાનમાં વિશેષ કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ બાકીના દિવસોએ ભારે વરસાદથી સાચવવું પડશે.

ભારે વરસાદને કારણે નાગરિકોએ આટલી વાતનું ધ્યાન રાખે

રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને કારણે સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને નાગરિકોને અમુક તકેદારી રાખવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. ખાસ કરીને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને બહાર નીકળવાનું હિતાવહ રહેશે. વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ સાથે બાળકો ખાસ કરીને ઘરની અંદર રહેવું હિતાવહ રહેશે. ઘરના દરવાજા બંધ રાખો તેમ જ શક્ય હોય તો મુસાફરી કરવી. સલામત જગ્યાએ આશ્રય લેવાનું રાખો. ઈલેક્ટ્રિકલ યા ઈલેક્ટ્રોનિક ઉપકરણોને પણ અનપ્લગ કરો. વીજળીનું સંચાલન કરતી તમામ વસ્તુઓથી દરૂ રહો. ભારે વરસાદને કારણે રહેવાસી વિસ્તારોમાં સંભવિત જોખમોને ધ્યાનમાં રાખો, જેમ કે કાચા ઘર/દીવાલો અને ઝૂંપડપટ્ટીને નુકસાન થઈ છે, જ્યારે ભારે પવનને કારણે નાની મોટી હળવી વસ્તુઓ ઉડી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button