ગુજરાતમાં હજી ચોમાસું યથાવત, આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં હજી ચોમાસું યથાવત, આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી…

અમદાવાદઃ ગુજરાતમાં હમણાં વરસાદે વિરામ લીધો છે, મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિદાય લઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ ચોમાસું હજી સંપૂર્ણરીતે પૂર્ણ થયું નથી. કારણ કે, હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગાહી પ્રમાણે આજથી લઈને આગામી 22 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાનો છે. અમદાવાદમાં પણ આ આ દરમિયાન વરસાદ થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેથી આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાના છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

આમ તો આ સમય ચોમાસાની વિદાયનો છે, પરંતુ હજી વરસાદ વિદાય લેવાના મૂડમાં નથી. કારણે કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે નવરાત્રિમાં જો વરસાદ આવ્યો તો ખેલૈયાને નિરાશા મળી શકે છે.

સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસું વિદાય લેશે
હવામાન વિભાગના આંકડા પ્રમાણે 15મી સપ્ટેમ્બરથી ચોમાસુ વિદાય લઈ લેતું હોય છે. રાજસ્થાનના પશ્ચિમ ભાગોમાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ગુજરાતમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં હવે મેઘરાજા રોકાણ કરી શકે છે.

આગામી સાત દિવસ સુધી વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત, વલસાડ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ દરમિયાન ગરબા આયોજકોએ ખાસ ધ્યાન રાખવું પડશે. જો કે, મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, એટલે થોડી રાહત મળી શકે છે.

આ પણ વાંચો…દક્ષિણ ગુજરાત પર ફરી મેઘમહેર, માછીમારોને 20 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button