આપણું ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે કેજરીવાલની અરજી ફગાવી, જાણો શું છે મામલો?

અમદાવાદ: પીએમ મોદીના ડિગ્રી વિવાદને પગલે કોર્ટ કાર્યવાહીથી બચવા કેજરીવાલે કરેલા દરેક પ્રયત્નો એળે જઇ રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ બિરેન વૈષ્ણવે કેજરીવાલની રિવ્યુ પિટીશન ફગાવીને જૂનો ઓર્ડર યથાવત રાખવા હુકમ કર્યો છે.

એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પાસે ચૂંટણી ફોટો-ઓળખકાર્ડ વિશે માહિતી માંગી હતી જેના જવાબમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ CICને માહિતી આપવા તૈયાર છે પરંતુ પીએમ મોદીને પણ તેમની શૈક્ષણિક ડિગ્રી જાહેર કરવાનું કહેવામાં આવે. ત્યારે CICએ પીએમ મોદીની ડિગ્રીની માહિતી માગતો ઓર્ડર પસાર કર્યો હતો. ઉપરાંત કેજરીવાલ વારંવાર તેના સોશિયલ મીડિયામાં તથા જાહેરમાં પણ ‘વડા પ્રધાન અભણ છે’ તેવા નિવેદનો આપી તેમજ ગુજરાત યુનિવર્સિટીએ પીએમ મોદીને આપેલી ડિગ્રીની યથાર્થતા પર સવાલો ઉઠાવ્યા હતા.

આ આદેશ સામે ગુજરાત યુનિવર્સિટી હાઈકોર્ટમાં ગઈ હતી. આ વર્ષે 31 માર્ચે યુનિવર્સિટીની અરજી પર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બીરેન વૈષ્ણવે ચુકાદો સંભળાવતા CICના આદેશને રદ કર્યો હતો અને કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કેસની કાર્યવાહીને પગલે કેજરીવાલે ગુજરાત હાઇકોર્ટમાં રિવ્યુ પિટીશન દાખલ કરી હતી જેને આજની સુનાવણીમાં હાઇકોર્ટે ફગાવી દીધી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button