‘DJs પર નિયંત્રણ રાખો…’ નવરાત્રિ પહેલા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપ્યા મહત્વના નિર્દેશ…

અમદાવાદ: નવરાત્રિ નજીક આવી રહી છે, ગરબાના આયોજકો અંતિમ તૈયારીઓ કરી રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબા ગ્રાઉન્ડ મોડી રાત સુધી હાઈ કેપેસિટી વાળા લાઉડ સ્પીકર પર ગરબા વગાડવામાં આવે છે.
22 તારીખે નવરાત્રી શરુ થાય એ પહેલા સોમવારે ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વના નિર્દેશ આપ્યા હતાં. હાઈ કોર્ટની બેન્ચે ગુજરાત સરકારને નિર્દેશ આપ્યા કે તે ધ્વનિ પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ અને તેમને પોતે જાહેર કરેલા પરિપત્રોનું કડક પાલન કરે.
ગુજરાત સરકાર સામે દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટિસ એ એસ સુપેહિયા અને જસ્ટિસ વી એમ પીરઝાદાની બેન્ચે નિર્દેશ આ આપ્યા હતાં.
ગુજરાત સરકાર પર આરોપ:
દાખલ કરવામાં આવેલી કન્ટેમ્પ્ટ અરજીમાં આરોપ મુકવામાં આવ્યો છે કે ગુજરાત સરકારના અધિકારીઓ માર્ચ 2024માં ગુજરાત હાઈકોર્ટે આપેલા આદેશ અને 2005 ના સુપ્રીમ કોર્ટના ચુકાદા સહિત અગાઉના કેટલાક આદેશોનું પાલન કરી રહ્યા નથી.
હાઈકોર્ટે ગુજરાત સરકાર પર શંકા વ્યક્ત કરી:
સુણવાની દરમિયાન રાજ્ય સરકારે સોગંદનામું દાખલ કરીને ખાતરી આપી હતી કે નિર્દેશોનું પાલન કરવામાં આવશે. આમ છતાં હાઈકોર્ટને સરકારના જવાબથી સંતોષ થયો નહીં, કોર્ટે કહ્યું કે “પ્રતિવાદીઓ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિજર(SOP) જાહેર કરવા અને પરિપત્ર બહાર પાડવાના પગલાની અમે પ્રશંસા કરીએ છીએ. જોકે, ચિંતા સુપ્રીમ કોર્ટના નિર્દેશોના અસરકારક અમલીકરણ અંગે છે.”
DJs હવે સીમા ઓળંગી રહ્યા છે!
DJsના ત્રાસ અંગે અંગે હાઈકોર્ટે કડક મૌખિક અવલોકનો કર્યા. બેન્ચે કહ્યું કે DJs હવે સીમા ઓળંગી રહ્યા છે અને વધુ પડતા આવાજને કારણે ઘરની બારીઓ ધ્રુજી ઉઠે છે. કોર્ટે નોંધ્યું જકે ડીજેના વૂફર્સને કારણે લોકોના મગજને ગંભીર અસર પહોંચી શકે છે અને આ પરિસ્થિતિ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
આ પણ વાંચો…નવરાત્રિ 2025: ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત ક્યારે છે? જાણો કઈ તિથિએ કયા દેવીની પૂજા કરશો
વધુ સુનાવણી 10 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
શું છે મામલો?
વર્ષ 2022માં ડીજે દ્વારા થતા ધ્વની પ્રદુષણ સામે એક વકીલ દ્વારા હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન (PIL) દાખલ કરી છે. આ PILમાં લગ્ન પ્રસંગ, ધાર્મિક તહેવારો, રાજકીય સરઘસો દરમિયાન ટ્રકો પર લાદવામાં આવેલ લાઉડસ્પીકરથી થતા ધ્વની પ્રદૂષણ પર નિયંત્રણ લગાવવા માંગ કરવામાં આવી હતી.
આ અરજીને ધ્યાનમાં લઇને હાઈ કોર્ટે 4 માર્ચ, 2024ના અધિકારીઓને ધ્વનિ પ્રદૂષણના નિયમોનું પાલન કરાવવા નિર્દેશ આપ્યો હતો.
હાઈ કોર્ટના આ નિર્દેશોનું પાલન થતું ના જાણતા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારે રજૂઆત કરી હતી કે સરકાર, પોલીસ અને મ્યુનિસિપલ કમિશનરો હાઈ કોર્ટના નિર્દેશોનું કડક અને અસરકારક અમલીકરણ કરાવી શક્યા નથી. જેના કારણે કોર્ટની અવમાનના માટે કાર્યવાહી કરવાની જરૂર પડી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં સિઝનનો 28 ટકા વધુ વરસાદ નોંધાયો: નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી