અમદાવાદમાં ચેક રિટર્નના કેસનો નિકાલ ઝડપથી થશે; હાઇકોર્ટે ચાર નવી કોર્ટ શરુ કરી | મુંબઈ સમાચાર

અમદાવાદમાં ચેક રિટર્નના કેસનો નિકાલ ઝડપથી થશે; હાઇકોર્ટે ચાર નવી કોર્ટ શરુ કરી

અમદાવાદ: કોર્ટમાં લાંબા સમય સુધી વિલંબિત રહેતા ચેક રિટર્ન કેસોને કારણે ખાસ કરીને વિપારીઓ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ચેક રિટર્ન કેસોમાં વધી રહેલા બેકલોગને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો હતો. હાઈકોર્ટે ચેક રિટર્ન કેસોના ઝડપી અને અસરકારક નિકાલ માટે ચાર નવી એડિશનલ કોર્ટ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો, આજથી આ કોર્ટ્સ કાર્યરત થઇ રહી છે.

અમદાવાદમાં લગભગ 4 લાખ ચેક રિટર્ન કેસ પેન્ડીંગ છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ ચેક રિટર્ન કેસોમાં વધી રહેલા બેકલોગને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે.

આ જગ્યાએ શરૂ થઇ કોર્ટ્સ:

હાઈ કોર્ટના નિર્ણય મુજબ અમદાવાદના લાલ દરવાજા સ્થિત અપના બજાર બહુમાળી બિલ્ડીંગ ખાતે ચેક રિટર્ન કેસ માટે ચાર નવી કોર્ટ શરૂ કરવામાં આવશે. આ કોર્ટ આજે બુધવારથી કાર્ય શરુ કરી રહી છે.

આ પણ વાંચો -‏‏‎ આખરે ૨૧ વર્ષ બાદ કચ્છ યુનિવર્સીટીને નેક(NAAC)ની માન્યતા મળી…

હાલમાં, ચેક રિટર્ન કેસ માટે 19 કોર્ટ પહેલેથી જ કાર્યરત છે, હવે હાઇકોર્ટે વધુ ચાર નવી કોર્ટ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે, ચેક રિટર્ન કેસ માટેની કોર્ટની સંખ્યા 23 થશે. આ ઉપરાંત એક ઓનલાઈન કોર્ટ પણ હશે, ઓનલાઈન કોર્ટ માટે એક ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button