‘જોલી એલએલબી 3’ વિવાદમાંઃ ફિલ્મના પ્રતિબંધની માંગ સાથે હાઇ કોર્ટમાં અરજી

અમદાવાદઃ બોલીવુડમાં દર વર્ષે અનેક ફિલ્મો બનતી રહે છે અત્યારે સિનેમા ઘરોમાં એક નવી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે અક્ષય કુમાર અને અરશદ વારસીની કોમેડી ડ્રામા ફિલ્મ ‘જોલી એલએલબી 3’ અત્યારે ચર્ચામાં છે. અક્ષયના ચાહકો અત્યારે આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે.પરંતુ આ ફિલ્મને લઈને વિવાદ પણ ચાલી રહ્યો છે.આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ ના થાય તે માટે અનેક ફરિયાદો થઈ છે. અમદાવાદના યતીન દેસાઈ નામના વ્યક્તિએ ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી છે કે, આ ફિલ્મને રિલીઝ નહીં કરવામાં આવે! આટલી ફરિયાદો વચ્ચે ફિલ્મ ક્યારે રિલીઝ થશે? અથવા તો તેમાં કેવા ફેરફારો કરવામાં આવશે તે એક પ્રશ્ન છે.
ફિલ્મના સંવાદો કોર્ટની છબિ ખરડાઈ
યતીન દેસાઈનું કહેવું એવું છે કે, આ ફિલ્મના ટ્રેલરમાં એવા સંવાદો છે જે ન્યાયાલયની છબિને ખરાબ કરે છે. યતીન દેસાઈએ ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે માહિતી અને પ્રસારણ મંત્રાલયને આદેશ કરે કે આ ટ્રેલરને તમામ પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવે. આ ફિલ્મમાં 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, પરંતુ તે પહેલા આ મામલે તપાસ થાય તેવી અપીલ કરવામાં આવી છે. આ કેસમાં હવે વર્તમાન ન્યાયાધીશ, પૂર્વ ન્યાયાધીશ, વકીલો અને તજજ્ઞોની એક સમિતિ બનાવીને આ ફિલ્મ પર ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે, આ ફિલ્મમાં ન્યાયપાલિકાનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે.
ફિલ્મનું સર્ટિફિકેટ રદ કરવાની માંગણી
હવે પ્રશ્ન એ થાય છે કે, શું ખરેખર આ ફિલ્મના કારણે ન્યાયપાલિકાની છબી ખરડાઈ શકે છે? કારણ કે, ફરિયાદીદ્વારા આ ફિલ્મનું સર્ટિફિકેટ પણ રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે.અદાલાતની સ્થાન કોઈ પણ ફિલ્મ કરતા વધારે હોય છે, જેથી આ ફિલ્મમાંથી તેને દૂર કરવામાં આવે છે. આ પહેલા પણ જ્યારે જોની એલએલસી 2 ફિલ્મ મામલે પણ વિવાદ સર્જાયો હતો. તે વખતે ફિલ્મમાંથી 4 સીનને હટાવી દેવામાં આવ્યાં હતાં.આ ફિલ્મ અંગે યતીન દેસાઈએ કહ્યું કે, તે સંપૂર્ણ રીતે ફિલ્મ પર પ્રતિબંધ આવે તેવું નથી ઇચ્છતા પરંતુ ફિલ્મમાં જે વિવાદાસ્પદ સીન છે તેને દૂર કરી દેવામાં આવે!
કોર્ટ ફક્ત મનોરંજનનું પ્લેટફોર્મ નથી
ફિલ્મ નિર્માતાઓ દ્વારા ગઈકાલે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, તેમાં અશોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ છે, જે અદાલતની ગરિમાને ઠેસ પહોંચાડે છે. એ વાત પણ સાચી છે કે, અદાલત ન્યાયનું મંદિર છે, તે હાસ્ય કે મનોરંજનનું સાધન નથી. એટલા માટે યતીન દેસાઈ દ્વારા ગુજરાત હાઈ કોર્ટમાં આ મામલે અરજી કરવામાં આવી છે. યતીન દેસાઈએ કહ્યું કે, કોર્ટ ફક્ત હાસ્યનું પ્લેટફોર્મ નથી અને ન્યાયાધીશોને વિદૂષકો તરીકે દર્શાવવા યોગ્ય નથી’. હવે આ મામલે કોર્ટ દ્વારા કેવો ચુકાદો આપવમાં આવે છે તે જોવાનું રહ્યું! સુભાષ કપૂર દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, અરશદ વારસી, સૌરભ શુક્લા, અમૃતા રાવ, હુમા કુરેશી, બોમન ઈરાની, અન્નુ કપૂર, સીમા બિસ્વાસ, સંજય મિશ્રા, ગજરાજ રાવ, શરત સક્સેના, સૌરભ સચદેવ અને શરદ કેલકર જેવા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.