ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી...
Top Newsઆપણું ગુજરાત

ગુજરાતને એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ ધમરોળશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં આ વર્ષે ચોમાસું જામ્યું છે. ત્યારે હવામાન વિભાગ પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

ખાસ કરીને ચાર તારીખે ભારે વરસાદની શક્યતા છે, કેમ કે આ દિવસે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય હશે જેનાથી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

સ્ટેટ ઈમર્જન્સી સેન્ટરના આંકડા અનુસાર, ગઈકાલે 1 સપ્ટેમ્બરે રાજ્યના 68 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુરમાં સૌથી વધુ દોઢ ઈંચથી અધિક વરસાદ નોંધાયો છે.

જ્યારે સાત તાલુકાઓમાં એકથી દોઢ ઈંચ વચ્ચે વરસાદ પડ્યો છે. 26 તાલુકાઓમાં અડધા થી એક ઈંચ જેટલો વરસાદ થયો છે, જ્યારે અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમામે આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આશા છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.

આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ તીવ્ર વરસાદની આગાહી છે, જ્યાં છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં ઓરેન્જ અલર્ટ સાથે અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ પરિસ્થિતિને કારણે લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશરની બનતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં વધુ વરસાદની અસર જોવા મળશે. આ ઉપરાંત લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ જેવી ત્રણ સિસ્ટમો એકસાથે કાર્યરત થતા ભારે વરસાદની આગાહી કરાઈ છે.

જેનાથી નદીઓમાં પાણીનું સ્તર વધી શકે છે અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન તૈયારી કરી રહ્યું છે.

રાજ્યમાં આ સિઝનમાં અત્યાર સુધીમાં 90.81 ટકા વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 94.48 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.31 ટકા, કચ્છમાં 85.14 ટકા, મધ્ય ગુજરાતમાં 90.58 ટકા અને સૌરાષ્ટ્રમાં 84.48 ટકા વરસાદ પડ્યો છે.

આ વરસાદને કારણે 207 જળાશયોમાં 84.05 ટકા પાણીનો જથ્થો છે, જ્યાં સરદાર સરોવર ડેમમાં 89.89 ટકા જળસંગ્રહ છે. અન્ય વિસ્તારોમાં પણ ડેમોમાં સારો જળસ્તર જોવા મળી રહ્યો છે, જે ખેડૂતો માટે વરદાનરૂપ છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સિઝનનો સરેરાશ 90 ટકાથી વધુ વરસાદ, 16 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button