શું ભાદરવા મહિનામાં નહીં આવે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

શું ભાદરવા મહિનામાં નહીં આવે વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં શ્રાવણ મહિનાના અંત સાથે વરસાદનું આંશિક જોર વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, ભાદરવાની શરૂઆતમાં આખા ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો હતો. જોક આજે ગણેશ ચતુર્થીના ગુજરાતમાં મેઘ રાજા કોઈ ખાસ હાજરી વર્તાઈ નહીં. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ગઈ કાલે ઓડિશાના દરિયાકંઠે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં બનેલું લો પ્રેશર ક્ષેત્ર ધીમેધીમે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું છે. જેને આજે 27 ઓગસ્ટના વેલ માર્ક્ડ લો-પ્રેશર ક્ષેત્ર બનાવ્યું છે. જેનાથી સામાન્ય વરસાદી માહોલ છવાયેલો રહેશે.

ઉલ્લેખનીય છે કે ચોમાસાનો પ્રવાહ હવે બિકાનેર, બનસ્થલી, દમોહ, પેંડરા રોડ પરથી પસાર થઈને ઓડિશા કિનારાથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર વેલમાર્કેડ લો-પ્રેશર વિસ્તારના કેન્દ્રમાં અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાઈ રહ્યો છે. જેના કારણે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી હવામાન વિભાગે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, જે રાજ્યના ઘણા ભાગોને અસર કરી શકે છે. ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની શક્યતા છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ ચોમાસાની સ્થિતિ ખેતી અને રોજિંદા જીવન પર અસર કરી શકે છે.

આ પણ વાંચો: સરદાર સરોવર ડેમ 87 ટકાથી વધુ ભરાયોઃ 98 ડેમ હાઇ એલર્ટ પર

હવામાન વિભાગે 28 ઑગસ્ટ માટે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટને તૈયારીઓ મજબૂત કરવા અને જનજીવનને સુરક્ષિત રાખવા પગલાં લેવા જણાવાયું છે.

29થી 31 ઑગસ્ટ દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, અરવલ્લી, નવસારી, વલસાડ અને સાબરકાંઠા જેવા જિલ્લાઓના અમુક સ્થળોએ ગાજવીજ સાથે તીવ્ર વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં હળવો થી મધ્યમ વરસાદ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ દિવસોમાં ખેડૂતો અને નાગરિકોને સાવધાની રાખવા સલાહ આપવામાં આવી છે.

1 અને 2 સપ્ટેમ્બરે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આઠથી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 1 સપ્ટેમ્બરે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં, જ્યારે 2 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે પણ ગાજવીજ અને તીવ્ર પવનની સંભાવના રહેશે, જેના કારણે સ્થાનિક વહીવટને આગોતરી તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button