આપણું ગુજરાત

ગુજરાતના જીએસટી અધિકારીએ સાતારામાં 640 એકર જમીન ખરીદી: વડેટ્ટીવાર

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે મંગળવારે જણાવ્યું હતું કે ગુજરાતમાં પોસ્ટ કરાયેલા જીએસટી વિભાગના અધિકારીએ સાતારા જિલ્લામાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં 640 એકર જમીન ખરીદી છે અને આ પ્રક્રિયામાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનો આરોપ કર્યો હતો.

બજેટની માંગણીઓ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન રાજ્ય વિધાનસભામાં તેમણે કહ્યું હતું કે સંબંધિત જમીન સાતારામાં કાંદાટી ખીણમાં આવેલી છે. ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગના અધિકારીએ સાતારામાં 640 એકર જમીન ખરીદી છે. જમીનની ખરીદીમાં તમામ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: રાજ્યો પેટ્રોલ-ડીઝલ પર જીએસટી માટે કદી તૈયાર ના થાય

જંગલની જમીન પર રસ્તાઓ બનાવવામાં આવ્યા છે અને મહેસૂલ પાસેથી કોઈ પરવાનગી મેળવવામાં આવી નથી. તેના કારણે મહેસૂલ વિભાગને નુકસાન થયું છે. સમગ્ર વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ છે. ગેરકાયદે બાંધકામ ચાલુ છે, જંગલ લૂંટાઈ રહ્યું છે અને પર્યાવરણ માટે ખતરો છે, એમ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું.

તેમણે સૂચિત વિરાર-અલીબાગ મલ્ટિમોડલ કોરિડોર માટેના જમીન સંપાદનમાં ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કર્યો હતો. પ્રોજેક્ટના માર્ગ સાથે આવેલા 30 થી 35 ગામોમાં વચેટિયાઓ દ્વારા સ્થાનિકોની જમીન સંપાદન કરવામાં સામેલ છે.

ખેડૂતોએ તેમને આપવામાં આવેલા વળતર સામે વાંધો ઉઠાવ્યો છે, એમ તેમણે કહ્યું હતું. જમીન સંપાદન પ્રક્રિયામાં મોટા કૌભાંડનો આરોપ લગાવીને વડેટ્ટીવારે સમગ્ર પ્રકરણની તપાસની માગણી કરી હતી. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button