આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat GST: ગુજરાતમાં બોગસ GST બિલિંગ માફિયા બેકાબુ, આટલા કરોડની કરચોરી કરી

ગાંધીનગર: જુલાઈ 2017માં નવા ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(GST)ના અમલ સાથેના પડકારો ઉભા થયા હતા, આ પડકારો દુર કર્યા બાદ, ઈઝ ઓફ ડૂઇંગ બીઝનેસ, રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને ટેક્સ ટાર્ગેટને પહોંચી વળવા પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, પ્રયસો છતાં મોટાપાયે થતી કરચોરી(Tax evasion)નો મુદ્દો ઉકેલી શકાયો નથી.

એક અહેવાલ મુજબ GST લાગુ થયાના લગભગ સાત વર્ષ પછી, ગુજરાતમાં રૂ. 94,761 કરોડનું બોગસ બિલિંગ ટર્નઓવરમાં નોંધાયું હતું, જેના કારણે રૂ. 11,613 કરોડની કરચોરી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2017-18 થી નાણાકીય વર્ષ 2024-25 સુધી રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડીપાર્ટમેન્ટના ડેટામાં ખુલાસો થયો છે. SGST અધિકારીઓએ કરચોરીના મોટા કૌભાંડો પાછળના મુખ્ય સૂત્રધારો સહિત 113 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : Amarnath Yatra માટે  Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા

નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા હોવા છતાં, નકલી બિલિંગ કૌભાંડો ચાલતા રહે છે, જેના કારણે મોટા પ્રમાણમાં કરચોરી થઇ રહી છે અને સરકારી તિજોરીને નોંધપાત્ર નુકસાન થઇ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચોરી કરાયેલી રકમમાંથી માત્ર 5%, આશરે રૂ. 550 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એકલા નાણાકીય વર્ષ 2024માં, બોગસ બિલિંગના 2,729 કેસો નોંધાયા હતા, જેમાં ટેક્સને ચોરી કરવા માટે નકલી GST નોંધણીઓ પણ સામેલ હતી. અહેવાલ મુજબ આવા કેસની સંખ્યામાં 50%નો વધારો થયો છે.

અહેવાલ મુજબ ટેક્સના રૂ. 3,730 કરોડની બચાવવા માટે વર્ષ દરમિયાન રૂ. 22,680 કરોડના નકલી બિલિંગ વ્યવહારો કરવામાં આવ્યા હતા.

રાજ્યવ્યાપી અભિયાનમાં, રાજ્ય અને કેન્દ્રીય GST વિભાગો નકલી બિલિંગને રોકવા માટે કાર્યવાહી કરી રહ્યા છે. ગુજરાતે નવા GSTIN માટે બાયોમેટ્રિક વેરિફિકેશનની આવશ્યકતા માટે એક પાયલોટ પ્રોજેક્ટ પણ અમલમાં મૂક્યો છે. આ ફરજિયાત બાયોમેટ્રિક વેરિફિકેશનને કારણે ગુજરાતમાં નવી નોંધણી અરજીઓમાં તીવ્ર ઘટાડો થયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો