આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat ના આ શહેરો પણ Metro Rail નેટવર્કથી જોડાશે, કેન્દ્ર સરકારને મોકલ્યો પ્રોજેક્ટ પ્લાન

અમદાવાદ : ગુજરાત(Gujarat)સરકારે કેન્દ્ર સરકારને રૂપિયા 25,300 કરોડનો પ્રોજેક્ટ પ્લાન મોકલ્યો છે. જેમાં વડોદરા અને રાજકોટ માટે સૂચિત મેટ્રો રેલ ( Metro Rail)સેવાઓ અને અમદાવાદ(Ahmedabad) મેટ્રોનું શહેરના એરપોર્ટ અને વૈશ્વિક ફિનટેક હબ ગિફ્ટ સિટીનો વિસ્તરણનો સમાવેશ થાય છે. જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકાર અંદાજિત ખર્ચના 50 ટકા કેન્દ્ર સરકાર દ્વારા વહન કરવાની અપેક્ષા રાખે છે. જ્યારે તે આ ચાર પ્રોજેક્ટ માટે બાકીનું ભંડોળ એકત્ર કરશે.

કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સના 50 ટકા ખર્ચ ભોગવશે

ગિફ્ટ સિટીની અંદર અમદાવાદ મેટ્રો રેલના વિસ્તરણ અને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ સુધી વડોદરા અને રાજકોટ માટે નવી મેટ્રો રેલ સેવાઓ માટે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. ગુજરાત સરકાર અપેક્ષા રાખે છે કે કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સના 50 ટકા ખર્ચ ભોગવશે તેમ સૂત્રો જણાવ્યું હતું. સૂત્રોએ ઉમેર્યું હતું કે એકવાર કેન્દ્ર ભંડોળ મંજૂર કરશે. ત્યાર બાદ રાજ્ય સરકાર પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરશે.કારણ કે ચારેય માટે ડીપીઆર પહેલેથી જ તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો : Amarnath Yatra માટે  Ahmedabad માંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ અપાયા

મોટેરા અને ગાંધીનગર વચ્ચે મેટ્રો

અમદાવાદમાં વસ્ત્રાલ-થલતેજ અને વાસણા-મોટેરા એમ બે કોરિડોર પર મેટ્રો સેવાઓ કાર્યરત છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડવાનું કામ અંતિમ તબક્કામાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટેરા અને ગાંધીનગર વચ્ચે મેટ્રો કામગીરી આગામી સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો ગાંધીનગર મહાત્મા મંદિર સુધી વિસ્તરશે અને આ રુટ વર્ષના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે.

અમદાવાદ 2036 ઓલિમ્પિકની યજમાની માટે સજ્જ

આ અગાઉ રાજ્ય સરકારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સ્થિત મણિપુરને મેટ્રો રેલ સાથે જોડવાની યોજના પણ તૈયાર કરી હતી. થલતેજને મણિપુર વાયા શિલાજ સાથે જોડવાનો પ્રોજેક્ટ મણિપુર-ગોધાવીમાં ઓલિમ્પિક વિલેજ અને નોલેજ સેન્ટર બનાવવાની રાજ્ય સરકારની યોજનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. કારણ કે અમદાવાદ 2036 ઓલિમ્પિક્સની યજમાની કરવા માટે બિડ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

Back to top button
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker