આપણું ગુજરાતટોપ ન્યૂઝ

8000થી વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન, 81 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે…

8000 થી વધારે ગ્રામ પંચાયતો માટે 81 લાખ મતદારો સરપંચ અને વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી કરવાના છે.

અમદાવાદઃ ગુજરાતમાં આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી શરૂ ગઈ છે. ગુજરાતમાં કુલ 8000 થી વધારે ગ્રામ પંચાયતોનો ચૂંટણીમાં આજે મતદાન યોજાવાનું છે. આમાં ખાસ કરીને 751 જેટલી ગ્રામ પંચાયતો બિનહરીફ થયેલી છે. જ્યારે બાકીની 3656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની બેઠકો માટે 81 લાખ જેટલા મતદારો મતદાન કરશે. આ 81 લાખ મતદારો આજે સરપંચ અને વોર્ડના સભ્યોનું ભાવિ નક્કી કરવાના છે.

656 સરપંચની બેઠકો અને 16224 સભ્યોની બેઠકો માટે આજે મતદાન
આમાંથી કડી તથા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીઓને ધ્યાને રાખીને કડી વિધાનસભાના કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો, તેમજ વિસાવદર વિધાનસભાના ભેંસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકાઓમાં આવતી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી છે. આ સિવાયની જેમાં ચૂંટણી યોજાવાની છે એવી ગ્રામ પંચાયયોને સામાન્ય/મધ્યસત્ર/વિભાજન હેઠળની ચૂંટણી અને પેટાચૂંટણી એમ બે ભાગમાં વહેંચી શકાય છે.

કુલ 10479 મતદાન મથકો પર મતદાન યોજાશે
મતદાન અને ચૂંટણીની વાત કરવામાં આવે તો, સામાન્ય/મધ્યસત્ર/વિભાજન/પેટા ચૂંટણી હેઠળ કુલ 10479 મતદાન મથકો પર મતદાન યોજાઈ રહ્યું છે, જેમાંથી 3939 મતદાન મથકોને સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યં છે જ્યારે 336 મતદાન મથકોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યાં છે. જો કે, ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આપણ વાંચો : ગુજરાતની 3541 ગ્રામ પંચાયતોમાં આજે ચૂંટણી યોજાશે: 81 લાખ મતદારો કરશે મતદાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button