આપણું ગુજરાત

પંચમહાલમાં અધિકારીનું ‘સ્ટિંગ ઓપરેશન’: વેશપલટો કરીને સરકારી વિભાગોની ખોલી પોલ

ગોધરાઃ ગુજરાતના પંચમહાલ જિલ્લામાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સરકારી કામમાં લોકોને પડતી મુશ્કેલીનો તાગ મેળવવા ડિસ્ટ્રીક્ટ સપ્લાય ઓફિસર (DSO) એચટી મકવાણાએ અનોખું પગલું ભર્યું હતું. તેઓ વેશપલટો કરીને વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. અહીં તેઓ કર્મચારીઓની કામ કરવાની રીત અને તેમનું વલણ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

અધિકારી વેશપલટો કરીને ઓફિસ પહોંચ્યા

આ કેસ પંચમહાલ જિલ્લાના ગોધરાના સેવા સદનનો છે. પુરવઠા અધિકારી એચ. ટી. મકવાના વેશપલટો કરીને પોતાના જ વિભાગના કર્મચારીઓની કામ કરવાની શૈલી જાણવા આવ્યા હતા. અધિકારી એચ. ટી. મકવાણાએ સુટ-પેઇન્ટને બદલે ધોતી, તેની ઉપર ગંદો કુર્તો અને માથા પર ગામડાના વ્યક્તિની જેમ ટોપી પહેરી હતી.

આપણ વાંચો: Haldwani Violence: મહિલા પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા કરવો પડ્યો વેશપલટો

અધિકારીએ તેમને કોઈ ઓળખી શકે નહીં તેની ખાસ કાળજી રાખી હતી.. આ પછી, તેઓ એક સામાન્ય ગામડાના લોકોની જેમ પોતાના વિભાગના કર્મચારીઓનું ઈન્સ્પેક્શન ગોધરાના સેવા સદન પહોંચ્યા. પુરવઠા અધિકારી મકવાણાએ પોતે તેમના વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ પર સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.

આ દરમિયાન અધિકારી એચ. ટી. મકવાણાએ ઓફિસ સ્ટાફની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે લોકોની સમસ્યાઓ સમજી, સાથે જ જોયું કે અહીંના કર્મચારીઓ રાશન કાર્ડ લેવા માટે લોકોને બિનજરૂરી રીતે પરેશાન કરી રહ્યા છે.

લોકો પાસેથી બળજબરીથી સોગંદનામા કરવામાં આવી રહ્યા હતા, તેમજ વધુ સ્ટેમ્પ મની એકત્રિત કરવામાં આવી રહી હતી. જ્યારે ઓફિસના લોકોને અધિકારીની વાસ્તવિક ઓળખ વિશે ખબર પડી ત્યારે કર્મચારીઓના પગ નીચે જમીન સરકી ગઈ હતી. 4 સરકારી કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button