આપણું ગુજરાત

શ્રમિકોની અકસ્માત સહાયમાં 1 લાખનો વધારો થશે, ₹5 લાખની એકસમાન સહાય મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: ગુજરાત સરકારે શ્રમિકોના હિતમાં શ્રમિકોની અકસ્માત સહાયમાં રૂપિયા 1 લાખનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના અસંગઠિત ક્ષેત્રના લાખો શ્રમિકો અને બાંધકામ કામદારો વચ્ચે અકસ્માત વળતરની રકમમાં જે તફાવત હતો, તેને હવે દૂર કરાશે. રાજ્ય વિધાનસભા ગૃહમાં 18 ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાત સરકારના વર્ષ 2026-27ના આગામી બજેટમાં સરકાર દ્વારા ‘ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના’ હેઠળ તમામ શ્રમિકો માટે હવે રૂપિયા રૂપિયા 5 લાખની એકસમાન સહાય આપવાની કે સમાન સુરક્ષા કવચ પૂરું પાડવાની જાહેરાત કરાશે.

રાજ્યના લાખો શ્રમિક પરિવારોને આર્થિક સુરક્ષા મળશે

રાજ્ય સરકારનો આ નિર્ણય શ્રમયોગીઓને ‘સુરક્ષાની ગેરંટી’ આપશે. રૂપિયા રૂપિયા 12 કરોડ જેવી નાની પ્રીમિયમની રકમ સામે લાખો પરિવારોને રૂપિયા 5 લાખનું કવચ પૂરું પાડવું એ મોડેલ સ્ટેટ તરીકે ગુજરાતની એક ઉત્તમ પહેલ ગણાશે. આ ફેરફારથી રાજ્યના લાખો શ્રમિક પરિવારોને આર્થિક સુરક્ષા મળશે અને અકસ્માત જેવી કપરી પરિસ્થિતિમાં મોટો ટેકો મળી રહેશે.

પહેલા લાખથી રૂપિયા 4 લાખ સુધીની સહાય મળતી

ગુજરાતમાં અત્યાર સુધી શ્રમિકો માટે અલગ-અલગ બોર્ડ હેઠળ અલગ-અલગ સહાયની જોગવાઈ હતી, જેના કારણે શ્રમિકોમાં અન્યાયની લાગણી અનુભવાતી હતી. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ અકસ્માતે મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં શ્રમિકો કે કામદારોને રૂપિયા 3 લાખથી રૂપિયા 4 લાખ સુધીની સહાય મળતી હતી. જે તાજેતરમાં કેટલાક કિસ્સાઓમાં રૂપિયા રૂપિયા 5 લાખ સુધી લંબાવવામાં આવી હતી. ગ્રામીણ અને અસંગઠિત શ્રમિકોને પણ ‘ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ’ હેઠળ આ રકમ માત્ર રૂપિયા રૂપિયા 4,00,000 હતી.

બજેટમાં આ નવી યોજના રજૂ કરવામાં આવી

જોકે, તેમાં મુખ્ય ગૂંચ એ હતી કે, રાજ્યના તમામ શ્રમિકો-કામદારોને અલગ-અલગ નિયમો અને પ્રિમિયમની અલગ-અલગ પધ્ધતિઓને કારણે વળતર મેળવવામાં પણ વિલંબ થતો હતો પરંતુ હવે, શ્રમિ-રોજગાર વિભાગે આગામી બજેટમાં આ નવી યોજના રજૂ કરીને રાજ્યના શ્રમિકોની વીમ સુરક્ષા હેઠળની સ્થિતિ બદલવાનું નક્કી કર્યું છે. જે મુજબ નવી યુનિફોર્મ પેટર્ન અમલ લવાશે અને તમામ શ્રમિકો-કામદારોને અકસ્માત વીમા વળતર પેટે એકસમાન રૂપિયા રૂપિયા 5 લાખની સહાય અપાશે. આ રકમ ‘ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર’ (DBT) દ્વારા નાણાં સીધા વારસદારના ખાતામાં જમા થશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button