આપણું ગુજરાત

Gujarat government: ગુજરાત સરકારે ફિક્સ કોસ્ટ ચાર્જીસ હેઠળ ખાનગી વીજ કંપનીઓને રૂ. 30,000 કરોડ ચૂકવ્યા

ગુજરાતના ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ ગુરુવારે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે વર્ષ 2022 અને 2023માં 15 પાવર સપ્લાય કંપનીઓને લગભગ રૂ. 30,000 કરોડ ફિક્સ્ડ કોસ્ટ ચાર્જ તરીકે ચૂકવ્યા હતા. વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે ગુજરાતે 2022 કરતાં 2023માં ખાનગી કંપનીઓ પાસેથી વધુ વીજળી ખરીદી હતી. કોંગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં આ આંકડા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા છે.

આંકડાઓ મુજબ ગુજરાત સરકારે ફિક્સ્ડ કોસ્ટ ચાર્જ તરીકે 15 વીજ ખાનગી કંપનીઓને 2022માં રૂ. 14,058 કરોડ ચૂકવ્યા હતા અને 2023માં રૂ. 15,065 કરોડ ચૂકવ્યા હતા. જો સરકાર દ્વારા પાવર ખરીદ્યો ન હોય પરંતુ કંપની વીજ સપ્લાય કરવા માટે તૈયાર હોય તો પણ પાવર પ્લાન્ટને ફિક્સ્ડ કોસ્ટ ચાર્જિસ ચૂકવવામાં આવે છે.

જયારે ગુજરાત સરકારે વીજ ખરીદી માટે વર્ષ રૂ. 20,898 કરોડ અને 2023માં રૂ. 19,736 કરોડ ચૂકવ્યા હતા.
અહેવાલ મુજબ 15 કંપનીઓને ફિક્સ કોસ્ટ ચાર્જિસ તરીકે કુલ રૂ. 29,123 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. કનુભાઈ દેસાઈએ કહ્યું કે 24,000 મેગાવોટની જરૂરિયાત સામે ગુજરાત 5,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કર્યું હતું.

વિધાનસભ્ય શૈલેશ પરમારે પૂછ્યું હતું કે પાવર ખરીદ્યો ન હોવા છતાં ફિક્સ્ડ કોસ્ટ ચાર્જ કેમ ચૂકવવામાં આવે છે.
આ અંગે કનુભાઈ દેસાઈએ ગૃહને જણાવ્યું હતું કે આ નેશનલ ટેરિફ પોલિસી, વીજ નિયમન પંચના નિર્દેશો અને થર્મલ પાવર સાથે પાવર પર્ચેઝ પોલિસી(PPA) કરારની જોગવાઈઓ અનુસાર છે. નિયમો અનુસાર વીજ ઉત્પાદકોને પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે અને પાવરની માંગને પહોંચી વળવા પ્લાન્ટને તૈયાર રાખવા માટે નિશ્ચિત ચાર્જ ચૂકવવો જરૂરી છે. જો પ્લાન્ટ વીજ ઉત્પાદન માટે તૈયાર ન હોય, તો PPAની શરતો અનુસાર દંડ પણ વસૂલવામાં આવે છે.

દરમિયાન, છેલ્લા બે વર્ષમાં ખાનગી કંપનીઓ પાસેથી ખરીદવામાં આવેલી વીજળી અંગે કોંગ્રેસના અનેક વિધાનસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં, વિધાનસભામાં રજૂ કરાયેલ ડેટા દર્શાવે છે કે 2022માં ગુજરાતે 804 ખાનગી કંપનીઓ પાસેથી 39,826 મિલિયન યુનિટ (MU) પાવર ખરીદ્યો હતો. 2023 માં 919 ખાનગી કંપનીઓ પાસેથી 41,513 MU પાવર ખરીદ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button