ગુજરાત સરકારના કર્મચારીઓને આખું અઠવાડિયું દિવાળીની રજા, પછી ક્યા બે દિવસ ભરવાના રહેશે?

ગાંધીનગર : ગુજરાત સરકારે દિવાળીના તહેવારો દરમિયાન કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં દિવાળી અને બેસતા વર્ષ પૂર્વે આવતા પડતર દિવસે પણ રજા જાહેર કરી છે. જેના લીધે હવે સરકારી કર્મચારીઓ સળંગ એક અઠવાડિયાનું મીની વેકેશન માણી શકશે. જેમાં દિવાળીમાં 24 ઓક્ટોબરની રજા જાહેર કરવામાં આવી છે. જેના લીધે હવે સરકારી કચેરીઓમાં 19 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી રજાઓ રહેશે
8 નવેમ્બર અને 12 ડિસેમ્બરના રોજ કચેરી ચાલુ રહેશે
જ્યારે આ રજાઓ વચ્ચે તા.21/10/2025 મંગળવાર તથા તા.24/10/2025 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ છે.દિવાળી પર્વમાં કર્મચારીઓ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી તા.21/10/2025 મંગળવાર તથા તા.24/10/2025 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે અને તેના બદલામાં તા.08/11/2025 બીજો શનિવાર તથા તા.12/12/2025 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.
સામાન્ય વહીવટ વિભાગનું જાહેરનામું
આ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના જાહેરનામાથી કેલેન્ડર વર્ષ 2025 માટે જાહેર રજાઓ જાહેર કરવામાં આવેલ છે.તે મુજબ તા.20/10/2025 સોમવારના રોજ દિવાળીની જાહેર રજા, 22/10/2025 બુધવારના રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે જાહેર રજા,તા.23/10/2025ના રોજ ગુરૂવારે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. ત્યારબાદ તા.25/10/2025ના રોજ ચોથા શનિવાર તથા તા.26/10/2025ના રોજ રવિવારની રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને શું આપી દિવાળી ભેટ? જાણો વિગત