ગુજરાત સરકારે જાહેર કરી 2026ની રજાઓની યાદી, કુલ 23 જાહેર અને 33 મરજિયાત રજાઓ જાહેર

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા 2026 માટે સરકારી કર્મચારીઓ અને બેંકોની રજાઓની યાદી જાહેર કરી દેવામાં આવી છે. દર વખતે વર્ષના અંતમ દિવસોમાં આગામી વર્ષની જાહેર રજાની યાદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી હોય છે. આ વર્ષની વાત કરવામાં આવે તો, 2026માં કુલ 23 જાહેર રજાઓ અને 33 મરજિયાત રજાઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે વાત કરવામાં આવે તો, બેંકો માટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ 18 રજાઓ જાહેર કરવામાં આવી છે.
2026માં કુલ 23 સરકારી રજાઓ જાહેર કરવામાં આવી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, જાન્યુઆરી, ડિસેમ્બર અને જૂનમાં 3 દિવસનું બ્રેક થયા વિનાનું લોંગ વીકેન્ડ મળવાનું છે. આ સાથે એપ્રિલથી લઈ ઓક્ટોબર દરમિયાન જો વચ્ચે એક દિવસની રજા મૂકવામાં આવે તો 5 લોંગ વીકેન્ડ મેળ શકે તેવી રીતે જાહેર રજાઓ નક્કી કરવામાં આવી છે. જોકે, સરકારી કર્મચારીઓ માટે દુઃખની વાત એ છે કે, 2026માં દિવાળી, મહાશિવરાત્રિ અને પરશુરામ જયંતીની રજા રવિવારે આવે છે. જેથી તે જાહેર રજા કપાઈને રવિવાર ગણાશે.
આ પણ વાંચો : ડિસેમ્બર 2025માં બેંકો રહેશે 15 દિવસ બંધ! RBIએ બહાર પાડી યાદી…
મરજિયાત રજા મંજૂર કરાવવા શું કરવાનું રહેશે?
સરકારી ક્ષેત્રમાં જો જાહેર રજા રવિવારે આવે તો તેની બદલે અલગથી કોઈ રજા મળતી નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વિભાગ દ્વારા સ્પષ્ટ્ સૂચનાઓ આપવામાં આવી છે કે, સતત બે દિવસની મરજિયાત રજા મંજૂર કરવામાં આવશે નહીં. આ સાથે આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને મરજિયાત રજા તાત્કાલિક મળશે નહીં. સરકારી કર્મચારીઓ ઉપરોક્ત તહેવારોના પ્રસંગે તેમના ધાર્મિક સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના વધુમાં વધુ બે રજાઓનો લાભ લઈ શકે છે.



