આપણું ગુજરાત

ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો છબરડોઃ જાહેર રજા ધુળેટીના દિવસે ધોરણ 10 અને 12 બોર્ડનું પેપર!

4 માર્ચે ધોરણ 10 અને 12ના મુખ્ય વિષયોની પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓમાં મૂંઝવણ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફરી એક મોટી બેદરકારી કરી હોવાનું જાણવા મળ્યું છે. શિક્ષણ બોર્ડે ધુળેટીના દિવસે એટલે કે જાહેર રજાના દિવસે ધોરણ 10 અને 12નું બોર્ટનું પેપર ગોઠવ્યું છે. ટાઈમ ટેબલ પરથી એવું લાગે છે કે, શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર રજા જોયા વગર જ બનાવી દીધું છે. રજાના દિવસે પેપર હોવાના કારણે વિદ્યાર્થીઓ મૂંઝાયા હોવાનું જાણવા મળ્યું છે.

ચોથી માર્ચે સરકારે ધુળેટીની જાહેર રજા કરેલી છે

ગુજરાત સરકાર દ્વારા 4 માર્ચે ધુળેટીની જાહેર રજા જાહેર કરવામાં આવેલી છે. તેમ છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનનું પેપર, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસનું પેપર, અર્થશાસ્ત્ર, નામાના મૂળ તત્ત્વોના બોર્ડનાં પેપર રાખવામાં આવ્યાં છે. આ સાથે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરવામાં આવે તો 4 માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર ગોઠવવામાં આવ્યું છે. આ ટાઇમ ટેબલ જાહેર થતાં શિક્ષણ વિભાગનો છબરડો પ્રકાશમાં આવ્યો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓ ઘટ્યા

11 નવેમ્બરે બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કર્યું હતું

ગુજરાત શિક્ષણ બોર્ડે તારીખ 11 નવેમ્બર, 2025ના ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષાના ટાઇમ ટેબલ મુજબ, 4 માર્ચ જાહેર રજાના દિવસે પણ પેપર રાખવામાં આવ્યું છે તેના કારણે અત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પર અનેક પ્રકારના સવાલો થઈ રહ્યાં છે. આ પહેલા પણ બોર્ટ દ્વારા વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે આ વર્ષે પણ જાહેર રજાના બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરતા હવે એમાં પણ ફેરફાર કરી શકે.

આ પણ વાંચો : દસમા-બારમાની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button