આપણું ગુજરાત

તમારૂ નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં? કેવી રીતે જાણશો? 11 સ્ટેપમાં Download થઈ જશે PDF…

અમદાવાદઃ SIR પ્રક્રિયાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગઈકાલે ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ આમાં નામ છે કે નહીં? તે શોધવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી હતી. ડ્રાફ્ટ યાદી પ્રમાણે ગુજરાતમાં અત્યારે કુલ 4 કરોડ 34 લાખ મતદારની નોંધણી થઈ છે. એસઆઈઆર પ્રક્રિયા બાદ 73 લાખ 73 હજાર 327 મતદારો કમી કરવામાં આવ્યાં છે. આ સાથે 9 લાખ 69 હજાર 661 મતદારો તેના સરનામે મળ્યાં જ નથી. તો ચાલો જોઈએ કેવી રીતે તમે તમારા નામની વિગતો જોઈ શકો છો…

  1. સૌથી પહેલા તમારે આ https://voters.eci.gov.in/download-eroll વેબસાઈટ જવાનું રહેશે.
  2. અહીં તમારે તમારૂ રાજ્ય પસંદ કરવાનું છે.
  3. રાજ્યમાં ગુજરાત પસંદ કરશો એટલે તમારી સામે અન્ય વિગતો ભરવાની કોલેમ ખુલશે.
  4. રાજ્યની સામે 2026 પસંદ કરો, ત્યાર બાદ Roll Type માં એસઆઈઆર ડ્રાફ્ટરોલ-2026 પસંદ કરવાનું રહેશે.
  5. જિલ્લો પસંદ કરવો
  6. જિલ્લો પસંદ કર્યાં બાદ વિધાનસભા મતવિસ્તાર (Assembly Constituency) પસંદ કરવાનો રહેશે.
  7. ભાષામાં ગુજરાતી સિલેક્ટ કરવાની છે.
  8. નીચે તમારા વિધાનસભા/સંસદીય મતવિસ્તાર પ્રમાણે મતદાન કેન્દ્ર અને તેનો નંબર દેખાશે.
  9. અહીં તમે જે પણ મતદાન કેન્દ્રમાં જઈને મતદાન કરો છે તેની આગળ રહેલા ખાનામાં ક્લિક કરવાનું રહેશે.
  10. ક્લિક કર્યાં બાદ તમારે ઉપર આવીને કેપ્ચા નાખવાનો રહેશે.
  11. કેપ્ચા નાખ્યાં બાદ તમારે Download Selected PDSs પર ક્લિક કરવાનું રહેશે.

આટલી પ્રક્રિયા કર્યાં બાદ તમારા મતદાન કેન્દ્રમાં જેટલા નામો આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે તેની પીડીએફ ડાઉનલોડ થઈ જશે. જેમાં જેટલા નામો છે તેમાં તમારૂ નામ છે કે કેમ? તે જાઈ શકાશે. આ સિવાયની વાત કરીએ તો, ECINET App, BLO પાસેથી અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી મદાતાર ડ્રાફ્ટ યાદીની વિગતો જાણી શકાશે.

જો ડ્રાફ્ટ મતદાર યાદી તમારૂ નામ ન હોય તો નામ દાખલ કરાવવા માટે ફોર્મ નંબર 6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે. આ સાથે જો કોઈ ભૂલ હોય તો ડિક્લેરેશન સાથે ફોર્મ નંબર 8 ભરીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાશે.

આ યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો હોય તો તમે ફોર્મ નંબર 7 ભરીને અરજી કરી શકો છો. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકાશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button