ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી, આ રહી યાદી…

અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર મજબૂત થવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ વર્ષ 2025ને સંગઠન વર્ષ તરીકે કોંગ્રેસે નિર્ણય કર્યો છે. આ વર્ષે કોંગ્રેસ પાર્ટીમાં અનેક પ્રકારના ફેરફાર કરવા માટે વિચાર કરી રહી છે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ અત્યારથી પ્રયત્ન શરૂ કરી દીધી છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ પ્રકારના કચાસ વિના મહેનત કરવા માટે તૈયારી કરી રહી છે. ગઈ કાલે 21મી જૂને 40જિલ્લા અને શહેર પ્રમુખોની વરણી કરી છે.
આ રહી જિલ્લા અને શહેર પ્રમુખોની યાદી
જિલ્લો અને શહેર | નવા પ્રમુખ |
અમદાવાદ શહેર | સોનલ પટેલ |
અમદાવાદ જિલ્લો | રાજેશ ગોહિલ |
અમરેલી | પ્રતાપ દુધાત |
આણંદ | અલ્પેશ પઢીયાર |
અરવલ્લી | અરણું પટેલ |
બનાસકાંઠા | ગુલાબસિંહ રાજપુત |
ભરૂચ | રાજેન્દ્રસિંહ રાણા |
ભાવનગર જિલ્લો | પ્રવીણ રાઠોડ |
ભાવનગર શહેર | મનોહરસિંહ |
બોટાદ | હિંમત કટારીયા |
છોટાઉદેપુર | શશીકાંત રાઠવા |
દાહોદ | હર્ષદ નિનામાં |
ડાંગ | સ્નેહીલ ઠાકરે |
દેવભૂમિ દ્વારકા | પાલ આંબલિયા |
ગાંધીનગર જિલ્લો | અરવિંદસિંહ સોલંકી |
ગાંધીનગર શહેર | શક્તિ પટેલ |
ગીર સોમનાથ | પુંજા વંશ |
જામનગર શહેર | વીરેન્દ્રસિંહ જાડેજા |
જામનગર જિલ્લો | મનોજ કાથીરિયા |
જુનાગઢ શહેર | મનોજ જોશી |
ખેડા | કાળુસિંહ ડાભી |
કચ્છ | વી. કે. હુંબલ |
મહીસાગર | હર્ષદ પટેલ |
મહેસાણા | બળદેવજી ઠાકોર |
મોરબી | કિશોર ચીખલીયા |
નર્મદા | રણજિતસિંહ તડવી |
નવસારી | શૈલેશ પટેલ |
પંચમહાલ | ચેતનસિંહ પરમાર |
પાટણ | ઘેમર પટેલ |
પોરબંદર | રામ મારૂ |
રાજકોટ શહેર | ડૉ. રાજદીપસિંહ જાડેજા |
રાજકોટ જિલ્લો | હિતેશ વોરા |
સાબરકાંઠા | રામ સોલંકી |
સુરત જિલ્લો | આનંદ ચૌધરી |
સુરત શહેર | વિપુલ ઉધનાવાલા |
સુરેન્દ્રનગર | નૌશાદ સોલંકી |
તાપી | વૈભવ ગામીત |
વડોદરા જિલ્લો | જશપાલસિંહ પઢીયાર |
વડોદરા શહેર | કિશન પટેલ |
વલસાડ | કિશન પટેલ |
ગુજરાતના 40 જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 2027માં યોજાવાની છે. જેથી આ વખતે કોંગ્રેસ ભાજપને ચેલેન્જ પણ આપી છે. હવેની ચૂંટણીમાં તે ભારતીય જનતા પાર્ટીને માત આપશે અને ગુજરાતની જનતાનો વિશ્વાસ હાંસલ કરશે. જેથી અત્યારે કોંગ્રેસ દ્વારા 40 જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પણ ગુજરાતમાં આગામી ચૂંટણીમાં જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પરંતું શું કોંગ્રેસ 2027માં ભાજપને હરાવી શકશે. કારણે કે, ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે. જેથી ગુજરાતમાં ભાજપ પાસેથી સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ અથાગ મહેતન કરવી પડશે.