‘વિગતો વિના’નું SIR ફોર્મ પણ સ્વીકારાશે: આ બે દિવસ માટે મતદાન મથક પર શરૂ કરાયો ખાસ કાર્યક્રમ…

ગાંધીનગર: ચૂંટણી પંચની જાહેરાત મુજબ ગુજરાતમાં SIRની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ઘરે ઘરે પહોંચીને મતદાર યાદીમાં નોંધણી માટેના ફોર્મ વહેંચી દીધા છે. મતદારોએ આ ફોર્મમાં અપડેટેડ માહિતી ભરીને BLOને આપવાની રહેશે. 4 નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે. ત્યારે હવે ચૂંટણી પંચ દ્વારા મતદારોને BLOએ આપેલા ફોર્મ ભરીને જમા કરાવવા માટે બે દિવસનો ખાસ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ચૂંટણી પંચે હળવી કરી મતદારોની સમસ્યા
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા SIR 2025ને લઈને એક ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેના હેઠળ મતદારો પોતાનું તથા પોતાના માતા-પિતા, દાદા-દાદી તથા ઘરના અન્ય સભ્યોનું સહી કરેલું ફોર્મ જમા કરાવી શકે છે. BLOને ફોર્મ જમા કરાવવા માટે તમામ વિગતો ભરેલી હોવી જરૂરી નથી. જો તમને યોગ્ય વિગત ન મળે, તો ‘વિગતો વિના’નું SIR ફોર્મ પણ તમે જમા કરાવી શકશો.

ગુજરાતના મતદારોને ફોર્મ જમા કરાવવા માટે બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા. 22 અને 23 નવેમ્બર દરમિયાન સવારે 9 બપોરે 1 વાગ્યા સુધી મતદારો પોતાનું સહી કરેલુ SIR ફોર્મ BLOને મતદાન મથકે જમા કરાવી શકે છે. જેનાથી BLOના કામનું ભારણ પણ ઘટશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં SIRની પ્રક્રિયામાં 5 કરોડથી વધુ મતદારોની આવી લેવામાં આવ્યા છે. પરંતુ 2002ની મતદાર યાદી પ્રમાણે એવા કેટલાક મતદારો હશે, જેમના નામ બે જગ્યાએ ચાલતા હશે. તેથી આવી ખામીઓ દૂર કરવા માટે SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અત્રે નોંધવા જેવી વાત એ છે કે, મતદારયાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે 1 વર્ષ સુધીની કેદને પાત્ર છે.
આ પણ વાંચો…ગુજરાતમાં પણ SIRના કારણે BLOનો આપઘાત, કોડીનારના શિક્ષકે સુસાઈડ નોટમાં શું લખ્યું ?



