આપણું ગુજરાત

ગુજરાત બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કર્યો વધારો, આ રહી સંપૂર્ણ વિગતો…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ આગામી ફેબ્રુઆરીમાં 26 તારીખથી શરૂ થઈ રહી છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે, આ પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ફીમાં પણ ફેરફાર કર્યો છે. બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો ચાલો જાણીએ આ વર્ષે પરીક્ષા ફીમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે…

બોર્ડ દ્વારા પરીક્ષા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આપેલી વિગતે પ્રમાણે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા ફી 405થી વધારીને 425 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પહેલી 565 રૂપિયા પરીક્ષા ફી લેવામાં આવતી તે હવે વધારીને 590 કરી દેવામાં આવી છે. આ સાથે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ હવે પરીક્ષાનું ફોર્મ ભરવા માટે 695ની જગ્યાએ 725 રૂપિયા ફી ભરવાની રહેશે.

રીપીટર વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા ફી આપવાની રહેશે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો ધોરણ 10 અને 12માં કેટલાક વિદ્યાર્થીઓ જે નાપાસ થયા હોય તેઓ ફરી પરીક્ષા આપતા હોય છે. જો ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓએ એક વિષયની પરીક્ષા માટે 155 રૂપિયા, બે વિષયની પરીક્ષા માટે 255 રૂપિયા, ત્રણ વિષયની પરીક્ષા માટે 385 રૂપિયા અને ત્રણથી વધારે વિષયની પરીક્ષા આપવા માટે 415 રૂપિયા ફી ભરવાની રહેશે. આ સમગ્ર માહિતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર શેર કરી દેવામાં આવી છે.

પરીક્ષા ફોર્મ ભરવાની વાત કરવામાં આવે તો, બોર્ડની પરીક્ષાના ફોર્મ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર તારીખ 07 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યાં છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા આગામી 06 ડિસેમ્બરે રાત્રે 12:00 સુધી ચાલુ રહેશે. આ દરમિયાન દરેક પરીક્ષાર્થીએ પરીક્ષા ફોર્મ અને ફી કરવાની રહેશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button