આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ફરી ગુજરાતના દરિયેથી ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયોઃ આ વણઝાર ક્યારે રોકાશે?

પોરબંદરઃ ગુજરાતના દરિયેથી ફરી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. ગુજરાતમાં જે રીતે રોજ દારૂ પકડાય છે તેમ છાશવારે ડ્રગ્સ પકડાય છે. ગઈકાલે મધરાત્રે સમુદ્ર માર્ગે આવતો ડ્રગ્સનો મોટો જથ્થો ફરી પકડાયો છે.

ગઈકાલે પોરબંદરમાં ઑપરેશન હાથ ધરાયું હતું. ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે હાથ ધરેલા એક ઓપરેશનમાં 1800 કરોડની કિંમતનું 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ ઓપરેશન 12મી અને 13મી એપ્રિલે હાથ ધરાયું હતું.

ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(ATS) એ સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાતના દરિયાકાંઠેથી રૂ. 1800 કરોડના ડ્રગ્સ ભરેલી બોટ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં 300 કિલોગ્રામ નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટ ગાર્ડની શિપને જોઈને પાકિસ્તાની બોટના ચાલકો ડ્રગ્સને દરિયાના પાણીમાં ફેંકીને ભાગી ગયા હતા. કોસ્ટ ગાડે પાણીમાંથી ડ્રગ્સનો જથ્થો બહાર કાઢ્યો હતો.

આ પણ વાંચો: તુળજાપુર ડ્રગ્સ જપ્તીનો કેસ: 14 જણની ધરપકડ, 35નાં નામ આરોપી તરીકે…

માહિતીના આધારે શરૂ કરાયેલા આ ઓપરેશનમાં ICG એ પોતાના જહાજો અને વિમાનોને તહેનાત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમતના આધારે એક મોટી ડ્રગ જપ્તી કાર્યવાહી માનવામાં આવે છે. આ ઑપરેશન દિલધડક બની ગયું હતું. મોડી રાત સુધી ચાલેલા આ ઑપરેશનમાં એટીએસના જાંબાઝ જવાનોએ બોટને ઘેરી લીધી હતી અને ત્યારબાદ તેને પકડવામાં સફળતા મળી હતી.

આ ઑપરેશન ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ કરતા બોટમાંથી 300 કિલો એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 1800 કરોડ છે. જોકે, બોટની રાષ્ટ્રીયતા અને ક્રૂની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે શેર કરવામાં આવી નથી.
એક વર્ષ પહેલાં પણ કોસ્ટગાર્ડ, NCB અને ATSએ અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો હતો, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાનીને પણ ઝડપ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button