ગુજરાત ATSએ 800 કરોડનું MD Drugs ભિવંડીમાંથી જપ્ત કર્યું, બે ઝડપાયા

ગુજરાત ATSએ મહારાષ્ટ્રના ભિવંડી સ્થિત એક ફ્લેટમાં છાપો મારીને મોટી માત્રાનું MD ડ્રગ્સ ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો છે. ગુજરાત ATSને મળેલી પૂર્વ બાતમીના આધારે બે વ્યક્તિ પર વોચ ગોઠવાઈ હતી, બંને વ્યક્તિઓની શકાસ્પદ હિલચાલ અને ફ્લેટમાં મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી તે વેળા જ ATS ત્રાટક્તા નાસભાગ મચી ગઈ હતી.
MD ડ્રગ્સનો આ જથ્થો સેમી લિક્વિડ 11 કિલો અને તૈયાર કરાયેલા મેફેડ્રોનના બેરલ્સમાં 782 કિલોગ્રામ જથ્થો ઝડપી પાડ્યા હતા. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિમત 800 કરોડ થવા જાય છે. યાદ રહે કે , 15-20 દિવસ પહેલા જ સુરતના કારેલીમાંથી ડ્રગ્સ બનાવટી ફેકટરી ઝડપાઇ હતી. મહારાષ્ટ્રના આ ફ્લેટમાં જે ડ્રગ્સ બની રહ્યું હતું તેનું સુરત સાથે સીધું કનેકશન જોવામાં આવી રહ્યું છે
સુરતના પલસાણા વિસ્તારમાં આવેલા કારેલી ગામમાથી અંદાજે 15-20 દિવસ પહેલા ગુજરાત ATS એ મેફેડ્રોન ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી
આ પણ વાંચો: અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…
આ ડ્રગ્સ ફેકટરી કેસમાં ઝડપાયેલા ત્રણ આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ડ્રગ્સ કાર્ટેલમાં મુંબઈમાં ચીંચબંદર વિસ્તારમાં રહેતા મોહમ્મદ યુનુસ તથા મોહમદ આદીલ પણ સંડોવાયેલા છે. બંને આરોપીઓ મહારાષ્ટ્રના એક ફ્લેટમાં મેફેડ્રોન (MD) બનાવી વેચાણ કરે છે. જેના આધારે ગુજરાત ATSની ટીમ દ્વારા ફ્લેટમાં દરોડા પાડી બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગુજરાત ATSની ટીમ દ્વારા ઝડપેલા મુદ્દામાલની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂ. 800 કરોડની થાય છે. આ MD બનાવવા ઉપયોગમાં લીધેલા ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર વગેરે એપરેટસ મળી આવ્યા હતા, જે તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: બોરીવલીમાં રૂ. 1.12 કરોડના ડ્રગ્સ સાથે બે જણ પકડાયા
ગુજરાત ATSની ટીમે મોહમદ યુનુસ ઉર્ફ એજાઝ સ.ઓ. મોહમદ તાહીર શેખ (ઉં.વ.41, રહે. સુકેના મંઝીલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ) અને મોહમદ આદીલ સ.ઓ. મોહમદ તાહીર શેખ (ઉ. વ. 34, રહે. સુકેના મંઝીલ, ચિંચબંદર પોસ્ટ ઓફિસ પાસે, ડોંગરી, મુંબઇ)ની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
(MD) ડ્રગ્સ શું છે ?
મેફેડ્રોન (Mephedrone)નું ટેક્નિકલ નામ 4-મેથિલમેથકેથિનોન (methylmethcathinone) છે. ઘણા લોકો આ દવાને મ્યાઉ-મ્યાઉ કહે છે. તો કેટલાક મ્યો-મ્યો. આ ડ્રગ્સ માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયાના ઘણાં દેશોમાં પ્રતિબંધિત છે. મેફેડ્રોન ખૂબ જ ખતરનાક ડ્રગ્સ મનાય છે. એવું પણ માનવામાં આવે છે કે, આ દવા વૃક્ષો કે છોડના જીવજંતુઓને મારવા માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેનો ઉપયોગ ડ્રગ્સ તરીકે થવા લાગ્યો છે.