ગુજરાતના ચાર મુખ્ય શહેરોમાં AQI 180ને પાર પહોંચ્યો, તબીબોએ આપી આવી ચેતવણી

અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆતની સાથે છેલ્લા 15 દિવસથી હવામાં પ્રદૂષણના સ્તરમાં પણ વધારો થતો હોય તેવું જાણવા મળ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પ્રદૂષણનું સ્તર (Air Pollution Level) 180ને પાર પહોંચી ગયું છે. જેથી આ ચાર જિલ્લામાં વધેલા AQI (Air Quality Index) કારણે તબીબો દ્વારા લોકોને ચેતવણી આપવામાં આવી છે. આ મહાનગરોનો એર ક્વોલિટી ઈન્ડેક્સ (Air Quality Index) 180ને પાર પહોંચી ગયો છે. નવેમ્બર 2025માં એક્યુઆઈની વાત કરીએ તો અમદાવાદ અને રાજકોટમાં તો છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે.
નવેમ્બર મહિનાની શરૂઆત સાથે AQI 180ને પાર
વધારે વિગતે વાત કરવામાં આવે તો, અમદાવાદ અને રાજકોટમાં નવેમ્બર મહિનાની શરૂઆત સાથે AQI 180ને પાર પહોંચવા લાગ્યો છે. અમદાવાદ શહેરમાં આ વર્ષે 19મી નવેમ્બરે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 194 અને રાજકોટમાં 197 એક્યુઆઈ નોંધાયો છે. 19 નવેમ્બરે સૌથી વધુ 194 એક્યુઆઈ નોંધાયો હતો. સુરત શહેરમાં પણ એર ક્વોલિટી ઈન્ડેક્સાં વધારો થઈ રહ્યો છે. જે હવામાં પ્રદૂષણના સ્તરનો વધારો દર્શાવે છે. સુરત શહેરમાં 18 નવેમ્બરે સૌથી વધુ એક્યુઆઈ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ અને સુરતની સરખામણીએ વડોદરામાં એક્યુઆઈનું સ્તર ઓછું નોંધાયું હતું.
આ પણ વાંચો: દિલ્હીમાં વધતી ઠંડી વચ્ચે પ્રદૂષણનો કહેર, 38 વિસ્તારમાં AQI ભયજનક સપાટી પર યથાવત્…
17 નવેમ્બરે વડોદરામાં AQI 184એ પહોંચ્યો હતો
વડોદરા શહેરની વાત કરવામાં આવે તો, 17 નવેમ્બરે વડોદરામાં AQI 184એ પહોંચી ગયો હતો. જ્યારે રાજકોટમાં પણ છેલ્લા અઠવાડીયા દરમિયાન AQI 150ને પાર પહોંચ્યો હતો. 19 નવેમ્બરે રાજકોટમાં સૌથી વધુ 197 એક્યુઆઈ નોંધાયો હતો. જે છેલ્લા પાંચ વર્ષમાં નવેમ્બર મહિનામાં સૌથી વધુ છે. AQI ની વાત કરવામાં આવે તો, સામાન્ય રીતે AQI 95 થી 100 ટકા હોય તો તે ઓક્સિજન સંતૃપ્તિની વચ્ચે તંદુરસ્ત માનવામાં આવે છે. તેની થી વધારે અથવા ઓછો AQI સ્વાસ્થ્ય માટે જોખમ સર્જી શકે છે. જેથી હવાના પ્રદૂષણને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરૂર છે.



