IPSની બદલી કર્યાના 10 દિવસમાં 118 PSIની તાત્કાલિક અસરથી બદલી, DGP કચેરીએ આપ્યો આદેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં પહેલા આઈપીએસ ઓફિસરોની બદલીના આદેશ આપવામાં આવ્યાં હતાં. જ્યારે આજે 118 PSIની બદલી કરવાના ડીજીપી કચેરી દ્વારા આદેશ આપવામાં આવ્યાં છે. અચાનક પીએસઆઈની બદલીના આદેશ કરવામાં આવતા પોલીસ બેડામાં અત્યારે ખળભળાટ મચી ગયો છે. મહત્વની વાત એ છે કે, બદલી કરવામાં આવેલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને બદલીવાળી જગ્યાએ હાજર થવા તાત્કાલિક અસરથી છુટા કરી કરવા અંગે પણ આદેશ આપવામાં આવ્યો છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોનું તાત્કાલિક અસરથી ટ્રાન્સફર કરવામાં આવ્યું હોવાથી અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.
આ રહી બદલીના આદેશની યાદી…
આ પહેલા 18મી ઓગસ્ટે ગૃહ વિભાગે IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીનો ઓર્ડર આપ્યાં હતાં. રાજ્યભરમાં 105 IPS/SPS અધિકારીઓની બઢતી અને બદલીના આદેશ આપવામાં આવ્યાં હતાં. IPSની બદલી કર્યાના 10 દિવસ બાદ આજે 118 PSIની બદલીના DGP કચેરી દ્વારા આદેશ કરવામાં આવ્યાં છે.