ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર, તૈયારી માટે માત્ર 110 દિવસ જ રહ્યા…

ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા જ સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા 10 દિવસ વહેલી શરૂ થઈ રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષાનો કાર્યક્રમ પોતાની સત્તાવાર સાઈટ પર જાહેર કર્યો છે. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ચાલશે. જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી ચાલશે.
ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની વિગતવાર યાદી

ધોરણ-12 સામાન્ય પ્રવાહની વિગતવાર યાદી

ધોરણ-12 સાયન્સ પ્રવાહની વિગતવાર યાદી

બોર્ડની વેબસાઈટ પર આ પરીક્ષાની વિગતો શેર કરવામાં આવી છે. ગત વર્ષ કરતા આ વર્ષે પરીક્ષાઓ 10 દિવસ વહેલી શરૂ થઈ રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, વિદ્યાર્થીઓ પાસે બોર્ડની તૈયારી કરવા માટે હવે માત્ર 110 દિવસ જ રહ્યાં છે. એટલે કે પરીક્ષા શરૂ થવાને માત્ર હવે 2,640 કલાક જ રહ્યાં છે. જેથી વિદ્યાર્થીઓએ દરેક પેપરની સરખી રીતે તૈયારી થઈ શકે તે માટે પોતાનું સમયપત્રક તૈયાર કરી લેવું પડશે.



