ભાવનગર શહેરમાંથી શને ઈદે મીલાદુન્નબીનું શાનદાર ઝુલુસ

દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઇસ્લામ ધર્મ ના મહાન પયગંબર સાહેબની ૧૪૫૨ મી વિલાદત (જન્મ દિવસ) ની ઉજવણી નિમિતે ભાવનગર શહેર ના કસ્બા અંજુમને ઇસ્લામ અને ઈદે મીલાદુનનબી ઝુલુસ ખિદમતગારોની આગેવાની હેઠળ એક શાનદાર ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઝુલુસ ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તાર માં આવેલ હઝરત મહમંદશા બાપુની વાડીમાં ચાદર ચડાવી શામુહિક દુવાઓ કરવામાં આવી હતી ત્યારબાદ આ ઝુલુસ ને ભાવનગર સી.ટી ડી.વાય.એસ.પી સિંઘાલ સાહેબે લીલી ઝંડી ફરકાવી ઝુલુસને પ્રસ્થાન કરાવ્યું હતું.આ ઝુલુસ શહેરના ચાવડી ગેટ,ઈમામ વાડા,અલકા ચોક,મતવા ચોક,શેલારશા ચોક,એમ.જી રોડ,વ્હોરા વાડ,દિવાનપરા રોડ,હાઈ કોર્ટ રોડ,ગંગાજળિયા તળાવ થઇ ને શેલારશા ચોકમાં બપોર ના ૨ કલાકે ઝુલુસ સંપન થયું હતું.કોમી એકતા,ભાઈ ચાર અને એખલાસના માહોલમાં આ પર્વ ઉજવાયો હતો.ઝુલુસ ના રૂટ પર ઠેર ઠેર ઠંડા પીણાં,સરબત,દૂધ કોલ્ડ્રીંક અને ન્યાજ સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઝુલુસમાં મિલાદ શરીફ પઢતા પઢતા તેમજ કસ્બા અંજુમને ઇસ્લામ ના પ્રમુખ તેમજ જુદી જુદી મસ્જીદ ના પેશ ઈમામ સાહેબો,મૌલાના સાહેબો અને સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાન,કાર્યકરો જોડાયા હતા.આ ઝુલુસમાં બેન્ડ બાજા,ઢોલ ત્રાસા,ડી.જે વગર શાંતિમય રીતે આ ઝુલુસ શહેરના રાજમાર્ગો પર ફર્યું હતું
આ કાર્યક્રમ ને સફળ બનાવવવા કસ્બા અંજુમને ઇસ્લામના તમામ સભ્યો અને ખિદમતગારો : એ સારી જહેમત ઉઠાવી હતી તેમજ ઝુલુસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી.કસ્બા અંજુમને ઇસ્લામ દ્વારા જીલ્લા કલેકટર,કમિશ્નર,પોલીસ તંત્ર તેમજ સંબંધિત વિભાગના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ નો આભાર વ્યક્ત કર્યો હતો.