સરકાર, ઝૂલતા પૂલના SIT રિપોર્ટ બાદ તમે કર્યું શું ? એ તો કહો ? -હાઇકોર્ટ

30 ઓકટોબરે દેવ દિવાળીની સલૂણી સંધ્યાએ મોરબીના ઝૂલતા પૂલ પર મરણ ચિચિયારીઓથી ના માત્ર ગુજરાત પરંતુ વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું હતું. રાજા-રજવાડાના સમયના ઐતિહાસિક ઝૂલતા પૂલમાં કેટ-કેટલીય ક્ષતિઓ છતાં કહેવાય છે કે રૂપિયા રળવાની લાલચે ખુલ્લો મૂકી દેવાયો પરિણામે 135 થી વધુ લોકોના મોત થયા. મૃતકોમાં મોટાભાગે કિલ્લોલ કરતાં બાળકો હતા. હવે ગુજરાત હાઇકોર્ટે સખત શબ્દોમાં ફટકારતાં ગુજરાત સરકારને આખીએ કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્ય સરકારને મોરબી નગરપાલિકાના પદાધિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ ઓક્ટોબર 2022 માં બ્રિજ તૂટી પડવાથી 135 લોકો માર્યા ગયા પછીઘણી બધી ક્ષતિઓ ઉજાગર કરતો અહેવાલ રજૂ કર્યો હતો
આ પણ વાંચો: Morbi Bridge Tragedy: જયસુખ પટેલને VIP ટ્રીટમેન્ટ મળી રહી હોવાનો દાવો, સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફરની માંગ
ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ તેના તત્કાલિન ચીફ ઓફિસર સહિત મોરબી નગરપાલિકાના પદાધિકારીઓની ક્ષતિઓ પોતાના અહેવાલમાં વિગતવાર રીતે ઉજાગર કર્યા પછી પણ સરકારે હજુ સુધી એક્શન ટેકન રિપોર્ટ (ATR) સબમિટ કર્યો નથી.
દરમિયાન, પુલ તૂટી પડતાં બે સગાંઓને ગુમાવનાર એક વ્યક્તિએ બ્રિટિશ જમાનાની હેરિટેજ સ્ટ્રક્ચરની મરમ્મત અને પુનઃસ્થાપના અને વ્યક્તિગત વળતર માટેના નિર્દેશોની માંગણી કરીને હાઈકોર્ટમાં અરજી કરી છે.