આપણું ગુજરાત

ગિરનાર લીલી પરિક્રમાનો શાસ્ત્રોકત વિધિથી પ્રારંભ

જૂનાગઢ: જૂનાગઢના ભવનાથ ખાતે રાતે લીલી પરિક્રમાનો વિધિવત રીતે આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો..ભવનાથ તળેટી ખાતેથી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે ધાર્મિક વિધિપૂર્વક ‘‘ હરહર મહાદેવ ‘‘ અને ‘‘ જય ગિરનારી”ના નાદ સાથે પરિક્રમાની શરૂઆત કરાવાઈ હતી. આ વખતે તંત્રના અધિકારીઓ અને સ્થાનિક રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા.

લીલી પરિક્રમાના મુખ્ય પ્રવેશ દ્વાર ભવનાથ તળેટી ખાતેથી રિબિન કાપી ગિરનારની લીલી પરિક્રમા શરૂ કરવામાં આવેલ હતી. ગરવા ગિરનારની ફરતે લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. 36 કિલોમીટરની લીલી પરિક્રમા ભવનાથથી શરુ કરી ઝીણા બાવા મઢી,, ચરખડિયા હનુમાન,, માળવેલા,, બોરદેવી જેવા મહત્વના સ્થળ પર યાત્રિકો પગપાળા પરિક્રમા કરી છેલ્લે ફરી ભવનાથ પહોંચતા હોય છે. પરિક્રમાના વિધિવત પ્રારંભ બાદ ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. કલેકટર સહિતના અધિકારીઓએ ભાવિકોને સુખરૂપ પરિક્રમા માટે શુભકામના પાઠવતા પ્રકૃતિને હાનિ ન થાય તેની કાળજી લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.

મહત્વનું છે કે પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ મોટી સંખ્યામા ભાવિકોએ પૂર્ણ કરી લીધેલ છે. જો કે, પરંપરાગત રીતે ગિરનાર પર્વતની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ કારતક સુદ અગિયારસ મધ્યરાત્રીના થતો હોય છે, જયારે પૂર્ણ પૂનમના દિવસે થાય છે.

શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે પરિક્રમાનો પ્રારંભ થયો.
સામાન્ય રીતે દર વર્ષે એકાદશીના દિવસે પરિક્રમા વિધિવત શરૂ થાય છે. જોકે મોટી સંખ્યામાં ભાવિકોએ વિધિવત શરૂ થાય તે પૂર્વે જ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?