આપણું ગુજરાત

ગુજરાતમાં ગરબા ‘રેઇનકોટ’માં ? અંબાલાલની કડેડાટ આગાહીથી વધી ચિંતા

ગુજરાતભરને ગત સપ્તાહે મેઘરાજાએ રીતસર ઘમરોલી નાખ્યું. રાજ્યના મોટા ભાગના વિસ્તારો જળબંબોળ થયા. ઘરોમાં પાણી ઘૂસી ગયા. વડોદરામાં રસ્તા પર મગરો ટહેલવા લાગ્યા રોડ-રસ્તા,ખેતરો બધુ જ તહસ-નહસ થઈ ગયું. પણ વરસાદ હજુ ગુજરાતનો કેડો નહીં મૂકે તેવા સંકેતો મળી રહ્યા છે.

આ સપ્તાહમાં જ વાદળો માત્ર ગર્જશે નહીં પણ વરસશે પણ ખરા. લગભગ 10 સપ્ટેમ્બર સુધી ઉત્તર-મધ્ય અને દક્ષિણ -સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે પણ કરી છે.

અંબાલાલ પટેલ ભાદરવે ભર’પૂર’ કહેતા સાથે જ ઉમેરે છે કે, નવલી નવરાત્રીમાં પણ મેઘરાજા ગરબા મેદાનને રગદોળી જશે. હવે ગરબા આયોજકો ચિંતિત છે કે, 9 દિવસનું આયોજન, મેદાન ભાડાનું, આયોજન ખર્ચ,સ્પોન્સર,નવરાત્રીના પાસ તૈયાર કરાવવાથી માંડીને ખેલૈયાઓ ને પોતાના મેદાન સુધી આકર્ષવા સાથે ગાયકો અને સાજિંદા-વાજીંદા- કલાકારોનું બૂકિંગ – જો અંબાલાલની આગાહી પ્રમાણે વરસાદ પડે તો સઘળું પાણી-પાણી થઈ જાય. તો ગરબા પ્રેમીઓ પણ વિચારતા થઈ ગયા છે કે , શું આ વખતે ગરબા રેઇનકોટ પહેરીને કરવા પડશે ?

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો, છેલ્લા 24 કલાકમાં માત્ર આ એક તાલુકામાં જ એક ઈંચ વરસાદ

કોઈ કહેજો અંબાલાલને જઈ….

રાજયમાં નવરાત્રીને હજુ વાર છે. આખો ગણેશોત્સવ બાકી છે. પણ તૈયારી-બૂકિંગ તો વહેલેથી જ કરાવવું પડે. 2017 થી દર નવરાત્રીએ લગભગ જોવાયું છે કે, નોરતાની અધવચ્ચેથી જ સતત બે દિવસ પડતાં ભારે વરસાદ પછી ગુજરાતમાં ગરબા મેદાનની સફાઈમા જ નવરાત્રીનો તહેવાર પૂર્ણ થઈ જાય છે.

આ પરિણામે આખા આયોજન પર પાણી ફરી વળે છે અને આયોજકોએ માથે હાથ દઈને બેસવાનો વારો આવે છે. કેટલાક કલાકારો તો, ગણેશોત્સવ વચ્ચે જ વિદેશમાં ગરબાના આયોજનમાં પહોચી જતાં હોય છે. કેટલાક તો સમગ્ર નવરાત્રિ દરમિયાન વિદેશમાં જ ‘રંગ ડોલરિયો’ જોઈને ગરબામાં વ્યસ્ત થશે. પણ ગુજરાતનાં ગરબા પ્રેમીઓ નવરાત્રિની મજા કાદવ-કીચડમાં પરિવર્તિત ના થાય તેની પ્રાર્થના ગણપતિને કરવા માંડશે.

મેળા ધોવાયા- ગરબા રોળાશે ?

હવામાન તજ્જ્ઞ અંબાલાલ પટેલ કહે છે તેમ, બંગાળના ઉપસાગરમાં એક પછી એક બનતી વાતાવરણીય સિસ્ટમો ગુજરાત તરફ આગળ વધશે, જે રાજ્યમાં વરસાદ લાવી શકે છે.” જેમ જન્માસ્ઠ્મી જેવા લોકપર્વને વરસાદે ધોઈ નાખ્યો તેમ જ ગુજરાતની અસ્મિતા અને સાંસ્ક્રુતિક વિરાસત જેવા ગરબા પર પણ વાદળો મંડરાઈ શકે છે.

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી