ગાંધીનગર : ગુજરાત સ્થાપના દિવસે PM Modi આવશે ગુજરાત

લોકસભા ચૂંટણીના ધમધમાટની વચ્ચે 7મી મે એ ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 25 બેઠકો પર મતદાન થવાનુ છે. ત્યારે ગુજરાતના ચૂંટણીના પ્રચાર મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચાર અર્થે આવશે. પીએમ મોદી 1લી મેએ ગુજરાત સ્થાપના દિવસે દાહોદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે. તેમજ લીમખેડામાં પીએમ મોદીની જનસભાનું આયોજન કરાયુ છે.
પીએમ મોદી પંચમહાલ અને દાહોદના ભાજપના ઉમેદવારોના પ્રચારાર્થે જનસભાઓને સંબોધવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરનો વડાપ્રધાન ચૂંટણી પ્રચાર કરશે. વડાપ્રધાનના આગમનને પગલે તંત્ર અને ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
ગુજરાતનાં સ્થાપના દિવસ પર પીએમ મોદીનું આગમન ઘણું સૂચક મનાઈ રહ્યું છે. અગાઉ 12 માર્ચે આવેલા વડાપ્રધાને અમદાવાદ,જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં વિકાસકાર્યોની ભેટ આપી હતી.