આપણું ગુજરાત

અમદવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી વિદેશ જવું સુવિધાજનક બન્યું, આ નવી સુવિધા શરુ થઇ

વિદેશ જતા મુસાફરો માટે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(SVPI) પર સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. બુધવારે ઈન્ટરનેશનલ ટર્મિનલ-2 ખાતે વધુ વિશાળ ઈમિગ્રેશન એરિયા શરુ કરવામાં આવ્યો હતો. હવે પીક અવર્સમાં દરમિયાન પણ મુસાફરો માટે ડિપાર્ચર સરળ બનશે.

એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, પીક અવર્સ દરમિયાન મુસાફરોના પ્રવાહમાં વધારો થવા છતાં, વિદેશ જતા પ્રવાસીઓ માટે સરળ ડિપાર્ચરની સુવિધાનો અનુભવ સુનિશ્ચિત થશે.

એરપોર્ટ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ટર્મિનલ 2 પર નવો ડિપાર્ચર, ઇમિગ્રેશન એરિયા અત્યાધુનિક સુવિધાઓ અને આધુનિક તકનીકોથી સજ્જ છે જેનો હેતુ ઇમિગ્રેશન પ્રક્રિયાને ઝડપી બનાવવા વેઇટિંગ સમય ઘટાડવાનો છે.

તાજેતરમાં ઇન્ટરનેશનલ ટર્મિનલ પર નવા અરાઈવલ હોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને કારણે ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ (1-ટુ-1) ટ્રાન્સફર, પેસેન્જર બેસવાની ક્ષમતામાં વધારો અને અન્ય ઘણી સુવિધાઓમાં વધારો થયો હતો.
મળતી માહિતી મુજબ હાલમાં, અમદવાદના આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પર 17 એરલાઈન્સની 14 થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટ ઉપલબ્ધ છે, એરપોર્ટ પરથી દૈનિક સરેરાશ 2,500 પેસેન્જર અમદવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલથી વિદેશ જવા રવાના થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker