Organ Donation: અમદાવાદમાં એક શ્રમિકના અંગદાનથી ચાર લોકોને મળ્યું નવું જીવન
![Four people got a new life with the organ donation of a laborer in Ahmedabad](/wp-content/uploads/2024/06/Four-people-got-a-new-life-with-the-organ-donation-of-a-laborer-in-Ahmedabad.webp)
અમદાવાદ: એક બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાન(Organ Donation)થી ઘણા લોકોને નવું જીવન મળી શકે છે. ઉત્તર પ્રદેશના રહેવાસી ઉપેન્દ્ર સિંહ શિવશંકરે પોતાના અંગોનું દાન કરીને ચાર લોકોને નવું જીવન આપ્યું છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ(Ahmedabad Civil hospital)માં આ 155મું અંગદાન થયું. શ્રમિક તરીકે કામ કરતો ઉપેન્દ્ર સિંહ શિવશંકર 1 જૂને પડી ગયો હતો, જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, હાલ ગંભીર થતા તેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તપાસ બાદ તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો.
32 વર્ષીય ઉપેન્દ્ર સિંહના પરિવારમાં માતા, બે ભાઈઓ અને બે બહેનોનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલના ડોકટરોએ અંગદાન અંગે પરિવારજનોને જાણ કરી હતી અને તેના પરિવારજનો તેના માટે સંમત થયા હતા. મૃતકના પરિવારની પરવાનગી બાદ તેણી બે કિડની, લીવર અને હૃદય જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરી કરવામાં આવ્યા, આમ ઉપેન્દ્ર સિંહે 4 લોકોને નવું જીવન આપ્યું.
આ પણ વાંચો: બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 99.70 ટકા સાથે ટોપર વિદ્યાર્થિનીનું બ્રેઈન હેમરેજથી નિધન, પરિવારે કર્યું અંગદાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલું આ 155મું અંગદાન હતું. વરિષ્ઠ ડોકટરે જણવ્યું કે મૃતકના પરિવારની પરવાનગી બાદ દાન લેવામાં આવ્યું હતું. કીડની અને લીવર મેડીસીટી કેમ્પસની હોસ્પિટલમાં મોકલી જરૂરીયાતમંદ દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેમનું હૃદય યુએન મહેતા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ વર્ષમાં 150 અંગ દાન દ્વારા 483 અંગ દાન પ્રાપ્ત થયા છે. જેની મદદથી 467 લોકોને નવજીવન મળ્યું છે.