આપણું ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના કાલાવડ રોડ પરના TRP ગેમ ઝોનમાં ભીષણ આગ, 9 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની આશંકા

રાજકોટ: રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી છે. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે. આ આગમાં 9 લોકોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

ભયાનક આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થઈ ગયો છે. આ ગેમઝોનમાંથી 15થી 20 બાળકોને રેસ્ક્યૂ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. આગ લાગતા ફાયર બ્રિગેડની 8 ટીમો ઘટનાસ્થળ પર પહોંચી છે. જ્યારે 10થી વધારે એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર હાજર છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર આનંદ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

ગેમઝોનમાં બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ ઘટનામાં બે વ્યક્તિના મૃતદેહ મળ્યા છે. જો કે હજું પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજકોટમાં લાગેલી ભયાનક આગ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે પણ ટ્વીટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તત્કાલ બચાવ અને રાહત કામગીરી માટે મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને અગ્રતા આપવા પણ સૂચના આપી છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button