ભારે વરસાદ વચ્ચે યાત્રાધામ પાવાગઢમાં મોટી દુર્ઘટના: રોપ વે તૂટતા 6 શ્રમિકના મોત

પાવાગઢ: પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ડુંગર પર માલ-સામાન ચઢાવવા ઉપયોગમાં લેવાતા ગુડ્સ રોપ વેનો વાયર તૂટી જતા રોપ વે નીચે પડી ગઈ હતી. આ દરમિયાન રોપ વેનું કામ કરી રહેલા 2 ઓપરેટર, 2 શ્રમિક અને 2 અન્ય લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતા જ SP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. રોપ વેનું દોરડું તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આપણ વાંચો: અંબાજીમા ગબ્બર દર્શન અને રોપ વે સેવા આજથી ત્રણ દિવસ સુધી બંધ રહેશે
ફાયર બ્રિગેડની ટીમે બચાવ કામગીરી શરૂ કરી
સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. આ દુર્ઘટનામાં 6 શ્રમિકોના મોત થાય છે, તો કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તપાસ કરી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે.
સાધન સામગ્રી લઈ જવા આ રોપ વેનો ઉપયોગ થાય છે
પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલા નિજ મંદિર સુધી બાંધકામની સાધન સામગ્રી લઈ જવા માટે આ રોપ વેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઘટનાને લઈને પોલીસ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે ગુડ્સ રોપ વેમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હોવાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. 6 લોકોનું મોત થતા તેમના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.