આપણું ગુજરાત

દ્વારકામાં નકલી આર્મી કેપ્ટનની ધરપકડ, એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો કર્યો હતો પ્રયાસ

ગુજરાતમાં નકલી અધિકારીઓનો જાણે રાફડો ફાંટ્યો છે, અવારનવાર આવા શખસો ઝડપાતા રહે છે. વધુ એક નકલી અધિકારી દ્વારકામાંથી ઝડપાયો છે. તે પોતાને આર્મી કેપ્ટન ગણાવતો હતો. તેની પાસે નકલી આઈ-કાર્ડ પણ હતું, જેને બતાવીને તે એરફોર્સ કોલોનીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નકલી આઈ-કાર્ડ બતાવીને ખોટી ઓળખ ઉભી કરનાર છેતરપિંડી કરનારની પોલીસે ધરપકડ કરી છે. મહેશે પોતે સેનામાં હોવાનું કહીને ખોટી ઓળખ ઊભી કરી હતી.

દ્વારકાના ભીમરાણા ગામમાં રહેતા ગત 14 માર્ચના રોજ દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશ ચાસિયા નામના શખ્સે એરફોર્સ કોલોનીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. એરફોર્સ કોલોનીમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે સિક્યોરિટી ગાર્ડે તેની પાસે તેનું ઓળખ પત્ર માંગ્યું ત્યારે આરોપીએ અનેક નકલી ઓળખ કાર્ડ બતાવ્યા જેમાં તેણે આર્મી કેપ્ટન હોવાનો દાવો કર્યો હતો.

એરફોર્સ કોલોનીમાં ફરજ પર તૈનાત સિક્યોરિટી ગાર્ડને શંકા ગઈ અને તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ શખ્સની તપાસ કરતા તેને આરોપીનું ઓળખકાર્ડ નકલી હોવાનું જણાયું હતું. પોલીસે આ સમગ્ર મામલે એરફોર્સ અધિકારી પ્રવિણ પાંડે (41) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેના આધારે પોલીસે મહેશ ચાસિયા વિરુદ્ધ IPC કલમ 170, 419, 465, 468 અને 471 મુજબ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. હાલ તો આ મામલે આરોપીની આગળની પૂછપરછ ચાલી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door