ખોટા નાર્કોટિક ડ્રગ્સ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટ દોષિત

પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી છે, તેમની સામે ચાલી રહેલા NDPS(નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક) કેસમાં પાલનપુર બીજી એડી. સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આ મામલે પાલનપુર સેશન્સ કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે. 5 સપ્ટેમ્બર 2018માં સંજીવ ભટ્ટની CID ક્રાઈમે ધરપકડ કરી હતી. ઉલ્લેખનિય છે કે, સંજીવ ભટ્ટ સામે 1996માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ મૂકીને વકીલને ફસાવવાનો આરોપ લાગ્યો હતો. 5 સપ્ટેમ્બર 2018ના રોજ સંજીવ ભટ્ટની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી.
30 એપ્રિલ, 1996માં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં પાલનપુરની એક હોટલ લાજવંતી હોટેલમાં સુમેરસિંહ રાજપુરોહિત અફીણનો જથ્થો લઈ આવવાનો છે. આ બાતમીને આધારે પોલીસે રેડ પાડીને એક કિલો 15 ગ્રામ અફીણ કબજે કર્યું હતું.
આપણ વાંચો: એન્ટિ નાર્કોટિક્સ સેલનો સપાટો: મુંબઈમાં છ સ્થળેથી રૂ. 2.22 કરોડનું ડ્રગ્સ જપ્ત: 11 જણની ધરપકડ
જો કે તેમના પર આરોપ હતો કે તેમણે વકીલને ફસાવવા માટે અહીં ડ્રગ્સ મૂકાવ્યું હતું. હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી.
જો કે સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે આ મામલે કહ્યું હતું કે, “આ મિસ્કેરેજ ઑફ જસ્ટિસ છે. હું તમને આવતીકાલે ઇન્ટવ્યૂ આપીશ. મારે આ મામલે ઘણું કહેવાનું છે.” શ્વેતા ભટ્ટે વધુમાં કહ્યું કે આ કેસમાં અમારી (સંજીવ ભટ્ટ)ની કોઈ ભૂમિકા નથી. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ પોલીસ સંજીવ ભટ્ટને પાલનપુરની સબજેલ ખાતે લઈ ગઈ છે.