આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતની 4564 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે, કોણ બનશે પંચાયતોના પ્રધાન જી?

ગાંધીનગરઃ ગુજરાતમાં 22મી જૂને 8326 ગ્રામ પંચાયતો માટે મતદાન યોજાયું હતું. જે ચૂંટણીઓનું આજે પરિણામ જાહેર થવાનું છે. અત્યારે રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યની કુલ 4565 ગ્રામ પંચાયતોના સરપંચ અને વોર્ડના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. અનેક ગ્રામ પંચાયતોમાં ઉમેદવાર બિન હરીફ જાહેર થતા ચૂંટણી યોજાઈ નહોતી. ગુજરાતમાં સામાન્ય/મધ્યસત્ર/વિભાજન હેઠળની ચૂંટણી હેઠળની 4564માંથી 751 જેટલી ગ્રામ પંચાયતો બિહરીફ જાહેર થઈ હતી.

મતગણતરી સ્થળ પર 14,231 પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત
મતગણતરીની વાત કરવામાં આવે તો, આજે કુલ 239 સ્થળો પર 1080 હોલમાં મતગણતરીની કામગીરી ચાલી રહી છે. આ મતગણતરી માટે 13,44 કર્મચારીઓ 2771 ટેબલ પર મતની ગણતરી કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થા સચવાઈ રહે તે માટે 14,231 પોલીસ કર્મચારીઓનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મતગણતરી પ્રક્રિયા CCTV કેમેરાની દેખરેખ હેઠળ ચાલી રહી છે.

શાંતિપૂર્ણ રીતે મતગણતરી પૂર્ણ થાત તે માટેની તંત્ર સજ્જ
ગ્રામ પંચાયતની ચૂંટણી તો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, કેટલીક જગ્યાએ થોડો વિવાદ થયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયાં હતા. જો કે, બાદમાં પોલીસ દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ગુજરાતમાં બે દિવસ પહેલા બે વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કડી બેઠક પર ભાજપના ઉમેદવાની જીત થઈ હતી જ્યારે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ હતી. આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button