આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujaratમાં EDના ધામાઃ 200 કરોડના જીએસટી કૌભાંડની તપાસથી રાજ્યમાં ખળભળાટ

અમદાવાદઃ નકલી કંપનીઓ ખોલીને 200 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ચોરી આચરવામાં આવી હોવાના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરે(ED)ની ટીમે ગુજરાતમાં દરોડા પડ્યા છે. ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ ED ઓપરેશન આદર્યું છે. ઇડીને આ કેસમાં નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસમાં જોડાયેલા શકમંદોની ઓફીસ અને રહેણાંક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

ગુરુવારે વહેલી સવારે દરોડા:
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ફ્રોડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગુજરાતના સાત શહેરોમાં 23 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હોવાના અહેવાલ છે. જેમાં સુરત, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ભાવનગર અને વેરાવળ શહેરોમાં EDની અલગ-અલગ ટીમોએ ગુરુવારે વહેલી સવારે એક સાથે સર્ચ હાથ ધર્યું હતું.

બીજા દિવસે કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ:
સોમવારે વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગા દ્વારા જીએસટી ફ્રોડ કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટના 10 દિવસના રિમાન્ડના આદેશને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પાછી ખેંચી લીધાના ત્રણ દિવસ બાદ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8મી ઓક્ટોબરે આ વરિષ્ઠ પત્રકારની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી હતી. બીજા દિવસે કોર્ટ દ્વારા 10 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા.

શંકાસ્પદ વ્યવહારોના પર્દાફાશ બાદ કસ્ટડીમાં લેવાયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખોટા ઈનપુટ ટેક્સ ક્રેડિટ્સ દ્વારા સરકારને છેતરવા માટે રચાયેલ શેલ કંપનીઓને સંડોવતા કથિત સ્કીમ અંગે સેન્ટ્રલ GSTની ફરિયાદ બાદ બહુવિધ વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે ફર્સ્ટ ઈન્ફોર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કર્યો હતો. સેન્ટ્રલ GSTએ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેની પત્ની અને પિતાના નામે સ્થાપિત નકલી કંપનીઓ સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કર્યા પછી લાંગાને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

અત્યારસુધીમાં આઠ લોકોની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાતની ઈકોનોમિક ઓફેન્સ વિંગ બંનેએ અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગર જેવા શહેરો સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચે આઠ લોકોની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અહેવાલો મુજબ, 200થી વધુ ગેરકાયદેસર રીતે સ્થાપિત કંપનીઓ બનાવટી દસ્તાવેજો અને કરચોરી માટે ઉપયોગમાં લેવાતી ઓળખ સાથે ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ્સનો દાવો કરીને સરકારને છેતરવાના સંકલિત પ્રયાસમાં દેશભરમાં કાર્યરત છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button