તમને પણ online gamingની લત તો નથી લાગીને? ગુજરાતનો આ કિસ્સો વાંચજો અને ચેતી જજો
અમદાવાદઃ સામાન્ય રીતે મોબાઈલ માટે આપણે બાળકોને કે યુવાનોને ઠપકો આપતા હોઈએ છીએ, પરંતુ પુખ્ત વયના લોકોને પણ આ રોગ એટલો જ લાગ્યો છે. Gujaratના વડોદરા શહેરમાં એક આવો જ કિસ્સો બન્યો છે, જેમાં 55 વર્ષીય વ્યક્તિએ ઑનલાઈન ગેમિંગ online gaming પાછળ માત્ર બે મહિનામાં ઘર પરિવારને રસ્તે લાવી દીધાનો કિસ્સો એક અહેવાલ દ્વારા જાણવા મળ્યો છે.
આ કોર્પોરેટ મનેજરને ઓનલાઈન ગેમિંગની લત લાગી ગઈ છે અને તેના કારણે આર્થિક અને સામાજિક નુકસાન થયું. જોકે આ આદતમાંથી છૂટવાનો પ્રયાસ કરવાને બદલે તેઓ આત્મહત્યા કરવાનો વિચાર કરવા લાગ્યા હતા. તેમના પત્નીને પતિની માનસિક સ્થિતિ સમજાઈ ગઈ અને તેમણે પોલીસ હેલ્પલાઈન અભયમ Abhyamને કૉલ કરી પતિનું કાઉન્સિલિંગ કરાવી જીવનસાથીનો ધર્મ નિભાવ્યો છે.
અભયમના કાઉન્સેલર દ્વારા મળેલી માહિતી અનુસાર આ ગૃહસ્થ એક કંપનીમાં ઉચ્ચ પદ પર કામ કરે છે. તેમણે છ મહિના પહેલા પ્રથમ વખત ઓનલાઈન ગેમ્સ Online gaming અને જુગારની સાઈટને વિઝિટ કરી હતી. પણ ધીમે ધીમે આ શોખ લતમાં પરિણમ્યો અને જોતજોતામાં લગભગ બે કરોડ જેટલી બચત ગુમાવી અને હવે પૉશ વિસ્તારમાં આવેલું ઘર ગિરવે મૂકવાનો વારો આવ્યો છે. આ દંપતીના લગ્નને 32 વર્ષ થયા છે અને તેમને સંતાનમાં એક પુત્ર છે જે આઈ ટી ક્ષેત્રમાં નોકરી કરે છે અને પરિવારથી દૂર રહે છે.
તેમના પત્નીએ વાત કરતા કહ્યું કે તેઓ નિયમિતપણે ઓફિસમાં જતા હતા પરંતુ બાકીનો સમય ઓનલાઈન ગેમ્સ અથવા સટ્ટાબાજીની એપ્સ પર વિતાવતા હતા. પત્નીએ તેમને આ બધાથી દૂર રહેવાનું કહેવા છતાં તેઓ આ એપ્સ પર પોતાનો આખો પગાર એક જ દિવસમાં ઠાલવી દેતા હતા. આ દંપતીના લગ્નને 32 વર્ષ થયા છે પરંતુ આ વ્યસનના કારણે તેમના સંબંધો પર પણ ખરાબ અસર થઈ રહી હતી.
તેમણે ટુ-વ્હીલર, ફોર વ્હીલર એમ બધુ વેચવા માડ્યું હતું. તેઓ પોતાનો આખેઆખો પગાર પણ આમાં ખર્ચી નાખતા અને જો પત્ની આ મામલે ટોકે કે ઝગડો કરે તો આત્મહત્યા કરવાની ધમકી આપતા હતા. પત્નીએ સાસરિયાઓની પણ મદદ માગી. પણ પતિનું વ્યસન છૂટતું ન હતું. અંતે તેમણે અભયમને ફોન કરી મદદ માગી હતી. અભયમના કાઉન્સિલરે તેમને સમજાવ્યા. પત્ની સાથે આવો વ્યવહાર ન કરવા કહ્યું અને ધીમે ધીમે આ લતમાંથી બહાર આવવા કહ્યું.
મેનેજરે બહાર નીકળવાની કોશિશ કરશે તેવું વચન આપ્યું છે. જોકે જેમ દારૂ કે જુગાર જેવા વ્યસનમાંથી બહાર આવવું અઘરું છે, તેમ આ વ્યસન પણ છોડતા તમારો દમ નીકળી જશે, આથી બને તો વ્યસન લાગવા જ ન દેતા. મોબાઈલ અથવા ઈન્ટરનેટ માત્ર માહિતી મેળવવા, સંપર્ક જાળવવા અને વહીવટી કામકાજ કરવા માટે છે, તે મનોરંજનનું સાધન નથી તે વાત સૌએ સમજવા જેવી છે.