વડનગરથી મળી આવેલા હાડપિંજરનાં DNA રિપોર્ટે ખોલ્યો રહસ્ય પરથી પડદો

અમદાવાદ: ગુજરાતનું વડનગર એ પ્રાચીન શહેર રહ્યું છે. માનવ સભ્યતાનાં વિકાસનાં હજારો વર્ષોનું સાક્ષી રહ્યું છે અને તેના પુરાવા અહી ખોદકામ દરમિયાન મળી આવ્યા છે. વડનગરમાં વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન મળી આવેલા નર કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વડનગરમાંથી 1000 વર્ષ જૂનું યોગ મુદ્રામાં રહેલા એક નર કંકાલ મળી આવ્યું હતું.
સ્વેચ્છાએ મૃત્યુ લીધું હોવાનું જાણવા મળ્યું
વડનગરમાંથી વર્ષ 2019 માં, 1000 વર્ષ જૂનું હાડપિંજર મળી આવ્યું હતું. યોગ મુદ્રામાં રહેલા એક પુરુષ હાડપિંજરની ખોપરી પણ મળી આવી હતી. લખનૌના બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજીમાં બંનેનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ કંકાલનાં DNA રિપોર્ટ આવ્યા બાદ એ સામે આવ્યું હતું કે આ જેનુ હાડપિંજર છે તેણે જીવતા સં લીધી હતી અને સ્વેચ્છાએ મૃત્યુ મેળવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
લખનૌના ડૉ. નીરજ રાયે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો અને દાંત અને કાનના હાડકામાંથી ડીએનએ ટેસ્ટ માટે નમૂના લેવામાં આવ્યા હતા. ડીએનએ ટેસ્ટમાં અનેક રહસ્ય પરથી પડદો ખૂલ્યો છે. બીજી જે ખોપરી મળી આવી હતી તે પણ 2000 વર્ષ જૂની હોવાનું બહાર આવ્યું છે.
આપણ વાંચો: વડનગરમાં 22 કરોડના ખર્ચે સ્થપાશે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ
આગામી મહિનામાં વિસ્તૃત અહેવાલ
અત્યાર સુધીના સંશોધનો દર્શાવે છે કે વડનગર સદીઓથી વસેલું પ્રાચીન શહેર હોવું જોઈએ. મધ્ય એશિયા સહિત વિવિધ સ્થળોએથી લોકો અહીં આવતા હતા. તે પ્રાચીન સમયમાં વેપારનું કેન્દ્ર પણ રહ્યું છે.
હાડપિંજરના કાર્બન ડેટિંગ અને અન્ય વૈજ્ઞાનિક પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. હાડપિંજરમાં સૌથી વધુ ડીએનએ દાંત અને કાનના હાડકાંમાંથી લેવામાં આવ્યું હતું. આગામી એક મહિનામાં વિસ્તૃત અહેવાલ આવી શકે છે.
આપણ વાંચો: વડનગર અને ગુજરાતને નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ કર્યુઃ અમિત શાહ
2019માં ઉત્ખનન દરમિયાન મળ્યા હતા પુરાવા
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં ઐતિહસિક નગરી વડનગરમાં ઉત્ખનન દરમિયાન સમાધિ અવસ્થામાં હાડપિંજર તેમજ ત્રીજી-ચોથી સદીનો સાંકેતિક બૌદ્ધ સ્તૂપ મળી આવ્યો હતો.
તે સમયે આ હાડપિંજર બૌદ્ધ સાધુ કે કોઇ સામાન્ય વ્યક્તિનું છે તે અંગે કોઇ વિગતો મળી શકી નહોતી અને આથી તે વિગતો માટે ડીએનએ રિપોર્ટની રાહ જ આવી રહી હતી. તે સમયે મળી આવેલા સાંકેતિક સ્તૂપ ડૂમ પણ નહોતું અને આથી ધનની લાલચમાં સ્તૂપ તોડી નાખવામાં આવ્યો હોવાનું પુરાતત્વવિદોનું અનુમાન હતું.