આપણું ગુજરાત

વિકાસ કે વિનાશ ? અમદાવાદમાં પાંજરાપોળ જંકશન પર બ્રિજ બનાવવા 80 વૃક્ષોનું થશે નિકંદન

અમદાવાદ: એકતરફ આકરો તાપ પડી રહ્યો છે અને શહેરના ગ્રીનરી આવરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજી બાજુ ખુદ મનપા જ હવે વૃક્ષોના નિકંદન કાઢી નાખવામાં આગળ આવી છે. પાંજરાપોળ જંકશનથી લઈને પોલિટેકનિક સુધી રૂપિયા 109 કરોડના ખર્ચે બનવામાં આવી રહેલા નવા ફલાયઓવરબ્રિજ માટે નડતરરૂપ થતાં 50 વર્ષથી પણ જૂના એવા 80 વૃક્ષો કઆપી નાખવામાં આવનાર છે.

ફ્લાયઓવરની કામગીરીને લઈને મનપાની ગાર્ડન વિભાગની ટીમ અઠવાડિયા પહેલા મોડી રાતે વૃક્ષો કાપવા માટે પહોંચ્યા હતા. જો કે આ બાબતે સ્થાનિકોએ વિરોધ કરતાં ટીમને લીલા તોરણે પાછું વળવું પડ્યું હતું. સ્થાનિકો આરોપ કરી રહ્યા છે કે મનપા દ્વારા આ પ્રોજેક્ટના કોન્ટ્રાકટરને ખટવવા માટે કરવાં આવી રહ્યાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચો: બેંગલુરુમાં રેકોર્ડતોડ વરસાદને કારણે તબાહી, સેંકડો વૃક્ષો ધરાશયી

જો કે આ બાબતે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ કહ્યું હતું કે વૃક્ષો કાપી દેવાથી કેટલા જીવોને હાનિ પહોંચશે. આ બાબતને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેઓ પોતાનો જ કક્કો પછાડી રહ્યા છે. મ્યુનિ. કમિશનર થેન્નારસન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.

આ સાથે થોડા સમય પહેલા જાહેરાતો દેખાય તે માટે 550 થી વધુ વૃક્ષોનું નિકંદન બોલાવી દેનાર બન્ને એડ એજન્સીની સામે માત્ર દંડની નોટિસ ફટકારીને મનપાએ સંતોષ માન્યો છે. બન્ને એડ એજન્સીને મળીને કુલ એક કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે પરંતુ એડ એજન્સીએ તો અમે જ વૃક્ષો કાપ્યા છે તેનો જ પુરાવો માંગ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો દુનિયામાં અસ્તિત્વમાં આવેલા નવા દેશો