Top Newsઆપણું ગુજરાત

100 કલાકમાં છેલ્લા ૩૦ વર્ષમાં નોંધાયેલા રાષ્ટ્રવિરોધી કેસનો રિપોર્ટ જમા કરાવો, DGP નો ગુજરાત પોલીસને આદેશ…

અમદાવાદઃ દિલ્હીમાં લાલ કિલ્લા પાસે બ્લાસ્ટ થયો અને ફરીદાબાદમાં મળેલા વિસ્ફોટક બાદ આખા ભારતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ સાથે અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ઝડપાયેલા અનેક આતંકીઓનું કનેક્શન સામે આવ્યાં બાદ ગુજરાત પોલીસ દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આદેશ આપ્યો છે કે, ગુજરાતમાં રાષ્ટ્ર વિરોધી લોકોને શોધી પાડવામાં આવે અને તેનો આંકડો જણાવવામાં આવે. જેના કારણે હવે ગુજરાત પોલીસે સતત તપાસ શરૂ કરી દીધી

ગુજરાત પોલીસને માત્ર 100 કલાકમાં રિપોર્ટ આપવાનો રહેશે

આદેશ પ્રમાણે ગુજરાતે છેલ્લા 30 વર્ષમાં એવા કેટલા કેસ કર્યાં છે જેમનું નામ રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં આવેલું છે. આનો રિપોર્ટ આપવા માટે ગુજરાત પોલીસને માત્ર 100 કલાકનો સમય આપવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ અને ત્યારબાદ ફરીદાબાદમાં વિસ્ફોટકો મળી આવ્યા બાદ ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુજરાત પોલીસને આ આદેશ આપવામાં આવ્યો છે. ડીજીપીએ તેમના આદેશમાં જણાવ્યું છે કે, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં અગાઉ નામ આપવામાં આવેલા વ્યક્તિઓ હાલમાં શું કરી રહ્યા છે? તે મામલે પણ પોલીસ રિપોર્ટ આપવાનો રહેશે. જેથી આગામી 100 કલાક માટે ગુજરાત પોલીસ સંપૂર્ણ રીતે વ્યસ્ત થઈ જવાની છે.

ગુજરાત પોલીસે એક્સ પર વીડિયો પોસ્ટ કર્યો

ગુજરાત પોલીસ દ્વારા ડીજીપીના આદેશ મામલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાત પોલીસે છેલ્લા 30 વર્ષથી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ તમામ આરોપીઓની સઘન તપાસ શરૂ કરી છે. ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનનો આ કામગારી માટે નિર્દેશ આપી દેવામાં આવ્યો છે. આ તપાસ માત્ર 100 કલાકમાં જ પૂર્ણ કરીને રિપોર્ટ જમા કરાવી દેવાનો છે. દેશના વિરૂદ્ધમાં જે પણ લોકો કામ કરી રહ્યાં છે તેમની સામે ગુજરાત પોલીસ સઘન તપાસ કરી રહી છે.

ગુજરાત પોલીસ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે?

દિલ્હી બ્લાસ્ટ બાદ આખા દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈને તપાસ કરી રહી છે. આ બ્લાસ્ટમાં ગુજરાતમાંથી પકડાયેલા આતંકવાદીઓની સંડોવણી હોવાથી ગુજરાતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અને એટલા માટે જ ગુજરાત પોલીસ વડા દ્વારા આ આદેશ આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, ગુજરાત પોલીસ દ્વારા કેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, અને ડીજીપીના આદેશને કેવી રીતે અનુસરવામાં આવે છે. ગુજરાત પોલીસની કાર્યવાહી મામલે થોડી સમયમાં જ વિગતો જાણવા મળી જશે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button