આપણું ગુજરાત

કબ્રસ્તાનમાંથી મળી આવ્યા મૃતદેહો અને થયો સનસનાટીભર્યા ડબલ મર્ડરનો પર્દાફાશ….

ઉમરપાડા: આમ તો કબ્રસ્તાન એટલે મૃતદેહોનું જ સ્થાન ગણાઈ પરંતુ સુરતના ઉમરપાડાના કબ્રસ્તાનમાં દાટવામાં આવેલા બે મૃતદેહોના ડબલ મર્ડરની એક ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. અહી બે લોકોની હત્યા કરીને તેમના મૃતદેહોને કબ્રસ્તાનમાં દાટી દેવામાં આવ્યા હતા અને આ ખૂની ખેલ પર પડદો ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ અંતે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ઉમરપાડાના એક કબ્રસ્તાનમાં ત્યાંનાં રખેવાળને નવી બે કબરો જોઈને આશ્ચર્ય થયું અને આ બાબત તેમણે અજુગતિ લાગતા તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગામમાં કોઈ પણ વ્યક્તિનઉઈ મૃત્યુ થયું નથી. તો પછી આ કબરો કોને ખોદી અને કોને દફનવવામાં આવ્યા છે એ પ્રશ્ન ઊભો થતાં આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: Nuh gang rape and murder case: નૂહ ગેંગરેપ અને ડબલ મર્ડર કેસના ચાર દોષિતોને ફાંસીની સજા, પંચકુલા કોર્ટનો મોટો નિર્ણય

સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટના આદેશ બાદ બંને મૃતદેહોને પોસ્ટ માર્ટમ માટે બહાર કાઢવામાં આવ્યા હતા. આ બાદ બંને મૃતદેહોની ઓળખ થઈ હતી, બંને સુરતના લિંબાયતના રહેવાસી છે અને નામ બિલાલ સૈયદ અને અજરૂદ્દીન કાદિર શેખ તરીકેની ઓળખ થઈ છે. બિલાલ સૈયદના મોટાભાઇ કાદિર સૈયદે જણાવ્યું હતું હતું કે તેઓ દસ સભ્યોનો પરિવાર છે અને સયુંકત રહે છે. તેમની બે બહેનો હાલ સાસરે છે અને તેનો ભાઈ લિંબાયતમાં હિન્દ ટી સેન્ટર નામે દુકાન ચલાવે છે.

જો કે 8 મી જૂનના રોજ બિલાલ સૈયદ ઘરેથી સાંજે કહ્યા વગર નીકળી ગયો હતો અને બે દિવસ સુધી પરત ફર્યો ન હતો. આથી પરિવાર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જો કે બાદમાં જાણવા મળ્યું હતું કે બિલાલનો મિત્ર અજરૂદ્દીન કાદિર શેખ પણ બે દિવસથી ઘરે પાછો નથી ફર્યો. આથી પરિવારના લોકોએ એવું માન્યું હતું કે બંને કોઈ કામથી બહાર ગયા હશે પરંતુ આ અરસામાં ઉમરપાડા પોલીસ સ્ટેશનથી જાણવા મળ્યું હતું કે કબ્રસ્તાનમાંથી મળેલા મૃતદેહોમાંથી એક મૃતદેહ તમારા ભાઈનો છે.

આ પણ વાંચો: પાલઘરમાં ડબલ મર્ડર: સાઇકો કીલરે કુહાડીથી બે ભાઈની હત્યા કરી કાદવના ખાડામાં છુપાઈ ગયો

આ બનાવને અંગે સુરત ગ્રામ્ય પોલીસના Dysp આઈ. જી. પટેલે જણાવ્યું હતું કે સમગ્ર બનાવની ખૂબ જ ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. ખૂનીઓને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને 10મી જૂને જ્યારે સરપંચે આ મામલે પોલીસને જન કરી ત્યારે આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. માંડવી એસડીએમની હાજરીમાં બંને કબરો ખોદવામાં આવી હતી અને બંને મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ હત્યારાઓની ધરપકડ કરવામાં આવશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker