Nuh gang rape and murder case: નૂહ ગેંગરેપ અને ડબલ મર્ડર કેસના ચાર દોષિતોને ફાંસીની સજા, પંચકુલા કોર્ટનો મોટો નિર્ણય
નૂહ: હરિયાણાના નૂહમાં સાડા સાત વર્ષ પહેલા બનેલી ગેંગરેપ અને ડબલ મર્ડર કેસ(Nuh gang rape and murder case) માં પંચકુલા(Panchkula)માં સ્થિત CBI સ્પેશિયલ કોર્ટે(CBI Special court) મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે, કોર્ટે ચાર દોષિતોને ફાંસીની સજા(Death Sentence) સંભળાવી છે. આ કેસમાં કુલ 10 આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં હતા. કોર્ટે તેમાંથી છને નિર્દોષ જાહેર કર્યા હતા, જ્યારે ચારને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. છ આરોપીઓને નિર્દોષ છોડવાના નિર્ણય વિરુદ્ધ પીડિતાના પરિવારે હાઈકોર્ટમાં અપીલ કરવાનો નિર્ણય કર્યો છે.
CBI કોર્ટે આ કેસના ચાર આરોપીઓ વિનય ઉર્ફે લંબુ, જય ભગવાન, હેમંત ચૌહાણ અને અયાન ચૌહાણને ફાંસીની સજા સંભળાવી છે. 10 એપ્રિલ, 2024 ના રોજ કોર્ટે ચારેયને દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જ્યારે 6 આરોપીઓ તેજપાલ, અમિત, રવિન્દ્ર, કર્મજીત, સંદીપ અને રાહુલ વર્માને CBI કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા.
અમરજીત નામનો એક આરોપી પેરોલ પર આવ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને તેની ધરપકડ કરવાની બાકી છે. ચાર આરોપીઓને IPC કલમ 376D, 302, 325, 326, 397, 459, 460 અને POCSO એક્ટ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
શું હતી ઘટના?
વર્ષ 2016 માં, 24-25 ઓગસ્ટની રાત્રે નૂંહના તાવડુના ડીંગરહેડી ગામમાં રહેતા એક પરિવાર પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, દંપતીની હત્યા કરવામાં આવી હતી અને એક સગીર સહિત બે મહિલાઓ પર પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. હુમલાખોરો પરિવારના પાંચ સભ્યોને ઇજા પહોંચાડી હતી અને તેમને લોહીમાં લથપથ છોડીને ભાગી ગયા હતા.
આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. આ મામલાની તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ચાર યુવકોની ધરપકડ કરવમાં આવી હતી. મામલાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી, ત્યાર બાદ CBIએ કુલ 12 લોકોને આરોપી બનાવ્યા. જેમાંથી એકે પાછળથી આત્મહત્યા કરી લીધી હતી.