વલસાડ

વલસાડમાં નકલી ડેપ્યુટી મામલતદાર બની યુવતીએ 4 યુવકો પાસેથી લાખોની છેતરપિંડી આચરી!

વલસાડ: ગુજરાતમાં નકલી અધિકારી, નકલી કોર્ટ-કચેરીઓ મળી આવ્યા બાદ પણ આ નકલીનો સિલસિલો બંધ નથી થયો. હવે વલસાડમાંથી નકલી મામલતદાર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવીને નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી.

ડેપ્યુટી મામલતદારની ઓળખ આપતી હતી

મળતી વિગતો અનુસાર વલસાડ જિલ્લામાં નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે પોતાની જાતને ડેપ્યુટી મામલતદાર તરીકે ઓળખાવનાર 23 વર્ષીય યુવતી નિમિષા નાયકાની ધરપકડ કરી છે. નિમિષાએ નકલી આઈડી કાર્ડનો ઉપયોગ કરીને 4 યુવકો પાસેથી કુલ રૂ. 9.59 લાખ પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

લાખોની છેતરપિંડી આચરી

નિમિષા નાયકા, મૂળ અમબાચ ગામની અને હાલ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગતાડી ગામમાં રહે છે. તેણે વોટ્સએપ મારફતે લોકોનો સંપર્ક સાધીને સરકારી નોકરીઓની લાલચ આપી હતી. તેણે ઉદવાડાના માનવ પટેલને કલેક્ટર ઓફિસમાં PA તરીકેની નોકરી અપાવવાનું કહીને રૂ. 4.75 લાખ પડાવ્યા હતા. તે ઉપરાંત કપરાડાના વાજવડના ગુંજેશ પટેલ પાસેથી ડ્રાઈવરની નોકરીના બહાને રૂ. 39,000 લીધા હતા. બીલીમોરાના રાહુલ પંચોલી પાસેથી રૂ. 4.13 લાખ પડાવ્યા હતા તેમજ પારડીના સામરપાડાના મિલન પટેલ પાસેથી રૂ. 31,800 પડાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button