વલસાડ

ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ વધુ એક યુવતીનો ભોગ લીધો, ભૂવાએ ડામ આપ્યા બાદ મોત

અમદાવાદ : ગુજરાતના વલસાડમા અંધશ્રદ્ધાએ એક યુવતીની ભોગ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામે અંધશ્રદ્ધામાં મોત છે. જેમાં યુવતીને માતાજી આવ્યા છે તેમ કહી પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા તો ભુવાએ આકરા ડામ આપ્યા અને યુવતીનું મોત થયું છે. સ્મશાનમાં ભુવાએ યુવતીને શરીર પર ડામ આપ્યા જેના કારણે યુવતીને ખેંચ આવી અને ઘટના સ્થળે જ તેનું મોત થયુ હતું.

પારડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મૃતદેહને અંતિમક્રિયા માટે લઈ જવામાં આવતો હતો. ત્યારે ગ્રામજનોને આ વાતની ખબર પડતા પોલીસને જાણ કરી હતી. તેમજ એકત્ર થયેલા ગ્રામજનોએ ભુવાને માર મારતા તે સ્મશાનમાંથી ભાગી ગયો હતો.પારડી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ વિશેરા રિપોર્ટની જોઈ રહી છે.

અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે સાત વર્ષ સુધીની કેદની સજા

ઉલ્લેખનીય છે, રાજ્યમા વધી રહેલા અંધશ્રદ્ધાના કેસોના પગલે સરકારે અંધશ્રદ્ધા વિરોધી બિલ રજૂ કર્યું છે. ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલા અંધશ્રદ્ધા વિરોધી બિલ પ્રમાણે, કોઈ વ્યક્તિ દ્વારા અથવા પોતે કાળા જાદુ, અનિષ્ટ અને અઘોરી પ્રથા, માનવ બલિદાન અને બીજી અમાનુષ, કાવતરું કરાવડાવે, વ્યવસાય કરે, જાહેરખબર આપે અથવા ઉત્તેજન આપીને લાગુ કરાયેલા કાયદાનો ભંગ કરનારા સામે આ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરનારાને બિનજામીનપાત્ર ગુનો નોંધીને 6 માસથી 7 વર્ષ સુધીની કેદ, 5 હજારથી 50 હજાર સુધીના દંડની જોગવાઈ છે.

સંબંધિત લેખો

Back to top button