તાપી

તાપીના કુકરમુંડામાં બે જૂથો વચ્ચે પથ્થરમારોઃ 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત, 13 પકડાયાં

તાપીઃ તાપી જિલ્લાના કુકરમુંડામાં ગઈ કાલે મોડી રાત્રે બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે. કુકરમુંડામાં માત્ર બાઈકચાલક સાથે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો વધારે ઉગ્ર બન્યો અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ પથ્થરમારા દરમિયાન કુલ 10થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમની અત્યારે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સામાન્ય બાબતે બે સમૂદાયના લોકો મારામારી પર ઉતરી આવતા પોલીસ બોલાવવી પડી હતી.

આપણ વાચો: દિલ્હીના તુર્કમાન ગેટ પર બુલડોઝર કાર્યવાહી વખતે પથ્થરમારો: એફઆઈઆરમાં મોટા ખુલાસા

ખટીક ફળિયામાં થયેલી હિંસામાં 10 લોકો ઘાયલ

ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલા કુકરમુંડાના ખટીક ફળિયામાં આ સમગ્ર બનાવ બન્યો હતો. ખટીક ફળિયામાં થયેલા પથ્થરમારામાં 10 લોકો ઘાયલ થયાં છે. આ સાથે ઘટનાની જાણ થતાં SP સહિતના ઉચ્ચ અધિકારીઓ અને તાપી જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ભારે મહેનત બાદ મામલો થાળે પાડ્યો હતો. આ પથ્થરમારા દરમિયાન અનેક વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

પથ્થરમારાની ઘટનામાં 12થી 13 લોકોની ધરપકડ

આ ઘટનામાં ઘાયલે થયેલા કેટલાક લોકોને મહારાષ્ટ્રની નંદુરબાર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યાં છે, જ્યારે કેટલાકને તાપી જિલ્લાની નિઝર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે આ કેસમાં બંને પક્ષે ફરિયાદ કરવામાં આવી છે. જેથી ફરિયાદને ધ્યાને રાખતા કુલ 12 થી 13 લોકોની ધરપકડ કરવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અથ્યારે આગળની તપાસ કરવામાં આવી રહી છે.

સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું

અત્યારે તાપી પોલીસ દ્વારા આ વિસ્તારમાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફરી આવી રીતે પથ્થરમારો ના થાય તે માટે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે, પોલીસનું કહેવું છે કે, અત્યારે સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ કોઈ પણ પ્રકારની સંભાવનાને નકારી ના શકાય તે માટે પોલીસને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button