સુરત

સુરત ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: રિયલ લાઈફ ‘રહમાન ડકૈત’ ઝડપાયો, જાણો કોણ છે આ જાબાંઝ ઓફિસર?

7 રાજ્યોનો મોસ્ટ વોન્ટેડ આબિદ અલી ઉર્ફે રાજુ ઈરાની સુરતમાંથી પકડાયો

સુરત: બોલીવુડ ફિલ્મ ‘ધુરંધર’માં અભિનેતા અક્ષય ખન્નાએ પાકિસ્તાનના કુખ્યાત ડોન રહમાન ડકૈતનો અભિયન ભજવીને ઘરે ઘરે જાણીતો બની ગયો છે, પરંતુ આ જ ફિલ્મના પ્લોટના માફક સુરતમાંથી મોસ્ટ વોન્ટેડ આરોપીને જાબાંઝ ઓફિસરે ઝડપ્યો છે. વાત કરીએ ગુજરાતના જાબાંઝ પોલીસ અધિકારીની કમાલ ધુરંધરથી કમ નથી. ગુજરાત સુરત શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રિયલ લાઈફના આબિદ અલી ઉર્ફે રહમાન ડકૈતને પકડ્યો હતો. આ સફળતા ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વ હેઠળની ક્રાઈમ બ્રાન્ચે મેળવી છે. મધ્ય પ્રદેશના ભોપાલના કુખ્યાત ગેંગસ્ટર આબિદ અલી, ઉર્ફ રાજુ ઈરાની, ઉર્ફ રહમાન ડકૈતની સુરતના લાલગેટથી ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચના ઓપરેશનની વિશેષતા એ રહી કે તેમાં એક પણ ગોળી ચલાવ્યા વિના આરોપીને ઝડપવામાં આવ્યો હતો.

પોલીસે આબિદ અલીને વોન્ટેડ જાહેર કર્યો હતો

આરોપી આબિદ અલી, ઉર્ફે રહમાન ડકૈતને એક-બે રાજ્યની નહીં, પરંતુ છ રાજ્યની પોલીસ શોધતી હતી. ખાસ કરીને મધ્ય પ્રદેશ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત સાત કરતાં વધુ રાજ્યમાં રાજુ ઈરાની ઉર્ફે રહમાન ડકૈતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ભોપાલમાં ઈરાની ડેરામાં પોલીસ રેડ દરમિયાન પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારાનો લાભ લઈને તે ભાગી ગયો હતો. ત્યાર બાદ તેની ગુજરાત પોલીસે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. જેના કારણે સુરત પોલીસના ભારે વખાણ થઈ રહ્યાં છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં ‘પોલીસ’ છેતરાયાઃ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગઠિયાને ઝડપ્યો

‘ઈરાની ડેરા’ ગેંગનો માસ્ટરમાઈન્ડ છે આબિદ અલી

આબિદ અલી કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનું માસ્ટરમાઈન્ડ છે. આ ગેંગને આબિદ અલી ભોપાલથી ઓપરેટ કરી રહ્યો હતો. આ ગેંગ મુખ્યત્વે લૂંટ અને છેતરપિંડી જેવા ગંભીર અપરાધોમાં સામેલ હતી, જેના કારણે તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, પરંતુ આબિદ અલી પર MCOCA હેઠળ પણ કેસ નોંધાયેલો છે. આ આરોપીની ધરપકડ થયાં બાદ સાતેય રાજ્યોની પોલીસે રાહતનો શ્વાસ લીધો હશે.

ભય ફેલાવવા માટે પોતાનુ નામ ‘રહમાન ડકૈત’ અપનાવ્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચે આપેલા આંકડા પ્રમાણે આરોપીએ સ્થાનિકોમાં ભય ફેલાવવા જાણીજોઈને પોતાનું નામ ‘રહમાન ડકૈત’ નામ અપનાવ્યું હતું, જ્યારે પણ તેની ધરપકડ કરવામાં આવતી તે બાદ તે પોતાનું નામ અને ઓળખ બદલીને નકલી દસ્તાવેજો બનાવી લેતો હતો. જેના કારણે તે વર્ષો સુધી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. પરંતુ અત્યારે જેની ચર્ચા છે તે ભાવેશ રોજિયા, ભાવેશ રોજિયાએ આબિદ અલી ઉર્ફે રહેમાન ડકૈતની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો, 12થી વધુ ગંભીર ગુનામાં આરોપી

જાણો કોણ છે કે, આઈપીએસ ભાવેશ રોજિયા?

ભાવેશ રોજિયા 2004માં ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા. ત્યાર બાદ પ્રમોશન મળતાં ડેપ્યુટી એસપી બન્યા હતાં. એટલું જ નહીં પરંતુ પછી સુરતમાં એસીપી બન્યા અને પછી ગુજરાત સરકારે ડીસીપી બનાવ્યા હતાં. મહત્વની વાત એ પણ છે કે, ભાવેશ રોજિયાએ ગાંધીનગર સિરિયલ કિલર કેસ પણ ઉકેલી દીધો હતો. આ સાથે મોટી ડ્રગ્સ ખેપ પકડી જેમાં પાકિસ્તાની, ઈરાની અને અફઘાનીઓની ધરપકડ કરી હતી. આઈપીએસ ભાવેશ રોજિયા પોતાના ફરજ પર હોય ત્યારે આરોપીઓ થરથર કાંપતા હોય છે. જેના રહેમાન ડકૈતની ધરપકડ કર્યાં બાદ ફરી તેઓ ચર્ચામાં આવ્યાં છે. અત્યારે ભાવેશ રોજિયાની રિયલ લાઈફના ધુરંધર ગણવામાં આવી રહ્યાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button